પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડારે ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને લઈ શું કહી મોટી વાત?

લાહોરઃ ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ 18 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ પ્રધાને ટ્રમ્પના દાવાના નકારી કાઢ્યો હતો. ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકાએ યુદ્ધવિરામ માટે કહ્યું હતું. જેના જવાબમાં ઈશાક ડારે કહ્યું, અમેરિકા સાથે યુદ્ધવિરામને લઈ કોઈ વાતચીત થઈ નહોતી.
આ પછી તેમને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકાએ તેમના પર યુદ્ધવિરામ ઠોકી બેસાડ્યું હતું. તેના જવાબમાં ઈસાક ડારે કહ્યું, આવો સવાલ જ ઉભો નથી થતો. તેમણે દાવો કરતાં કહ્યું, આ અહંકારના બદલે યથાર્થવાદી થવાનો સવાલ છે. જો અમે અમારા પડોશી દેશની જેમ વર્તન કર્યું હોત તો વિનાશકારી પરિણામ આવ્યા હોત.
તેમણે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ સહિત અનેક દેશો વાતચીત કરતા હતા. આ તમામ દેશો શાંતિ બની રહે તેની કોશિશ કરતા હતા. અમે અમારો નિર્ણય લેવા સ્વતંત્ર હતા.
આ પણ વાંચો: સિંધુ જળ સમજૂતી મુદ્દે ફેર વિચારણા માટે આજીજી કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નાપાક બોલ જાણો?
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાને 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આની જાણકારી સૌપ્રથમ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પોતાના ટ્વિટમાં ટ્રમ્પે કહ્યું હતું, હું એ જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છું કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત થયા છે. બંને દેશોને સામાન્ય સમજ અને ઉત્તમ બુદ્ધિમત્તાનો પરિચય આપવા બદલ અભિનંદન.
યુદ્ધવિરામની જાહેરાત બાદ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરએ મહત્વનું નિવેદન આપ્યું હતું. એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ મુજબ તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સમજૂતી કરી છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને રીતો સામે સતત મક્કમ અને દ્રઢ વલણ જાળવી રાખશે.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાનના DGMO હવે કઈ વાત પર થયા સહમત, વિગતવાર જાણો?
યુદ્ધવિરામ શું છે
યુદ્ધવિરામ એટલે યુદ્ધમાં સામેલ પક્ષો વચ્ચે લડાઈને કામચલાઉ ધોરણે રોકવા માટે થયેલો કરાર. આ કરાર અમુક ચોક્કસ સમયગાળા માટે અથવા કોઈ ચોક્કસ શરતો પૂરી થાય ત્યાં સુધી લડાઈને સ્થગિત કરે છે. યુદ્ધવિરામ એ કાયમી શાંતિ કરાર નથી હોતો. તે માત્ર લડાઈને થોડા સમય માટે અટકાવે છે. ઘણી વખત યુદ્ધવિરામ નિષ્ફળ પણ જાય છે અને લડાઈ ફરીથી શરૂ થઈ શકે છે. જો કે, તે શાંતિ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.