નેશનલ

પાકિસ્તાન સરકાર પોતાના જ લોકો પર બોમ્બમારો કરે છે! ઇસ્લામાબાદના મૌલવીએ ઉઠાવ્યા સવાલો

ઇસ્લામાબાદ: સીમા પર વધતા તાણવ બાબતે પાકિસ્તાનના કેટલાક નેતાઓ ભારતને ધમકી આપી ચુક્યા છે. પાકિસ્તાનના કેટલાક નેતાઓ ભારત પર પરમાણુ હુમલાની પણ ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. એવામાં પાકિસ્તાનમાં જ લોકો પાકિસ્તાન સરકારના ઈરાદા અને તૈયારીઓ પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે. ઇસ્લામાબાદની લાલ મસ્જિદમાં એક ઉપદેશ દરમિયાન મૌલવી અબ્દુલ અઝીઝ ગાઝીએ પાકિસ્તાન સરકાર પર આકરા પ્રહારો કર્યા, અને દાવો કર્યો કે પાકિસ્તાન સરકાર પોતાના જ લોકો પર બોમ્બમારો (Pakistan bombs its own people) કરે છે.

હાલ મૌલવીના ઉપદેશનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડિઓ ક્લિપમાં, તેઓ પાકિસ્તાનમાં પ્રવર્તી રહેલી આંતરિક અશાંતિ વિષે વાત કરતા જોવા મળે છે. મૌલવીએ સરકારને દમનકારી ગણાવી હતી. તેમણે સરકાર પર નાગરિકો સામે હિંસા અને અન્યાય કરવાનો આરોપ લગાવ્યો, જે દેશની અંદર વધતા જતા સંકટ તરફ ઈશારો કરે છે.

લોકો સરકારથી નાખુશ!

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની લાલ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન લોકોને સંબોધન કરતી વખતે, અઝીઝ ગાઝીએ પૂછ્યું, “જો પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ થાય, તો તમારામાંથી કેટલા લોકો પાકિસ્તાનને ટેકો આપશે? તમારા હાથ ઉપર કરો.”

મૌલવીના આ સવાલમાં લોકો મૌન રહ્યા, માત્ર થોડા લોકોએ જ હાથ ઉપર કર્યા. જે બાદ મૌલવીએ ટિપ્પણી કરી, “ખૂબ ઓછા હાથ દેખાય છે. તેનો અર્થ એ કે સારી રીતે જાગૃતિ ફેલાયેલી છે. મુદ્દો એ છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેનું યુદ્ધ ઇસ્લામિક યુદ્ધ નથી.”

તેમણે આગળ કહ્યું, “આજે, પાકિસ્તાનમાં જે વ્યવસ્થા છે તે અવિશ્વાસ (કુફર) ની વ્યવસ્થા છે, એક જુલમી વ્યવસ્થા છે, જે ભારત કરતા પણ ખરાબ છે. ભારતમાં પાકિસ્તાન જેટલો જુલમ નથી. શું ભારતમાં લાલ મસ્જિદ જેવી ભયાનક ઘટના બની છે?”

શું ભારતમાં આવું થાય છે?

વઝીરિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં મૌલાવીએ પ્રશ્ન કર્યો, “શું ભારતમાં આવા અત્યાચારો થયા છે જેવો વઝીરિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં થયો છે? શું તેમના લડાકુ વિમાનોએ તેમના પોતાના લોકો પર બોમ્બમારો કરે છે? શું ભારતમાં આટલા બધા લોકો ગુમ થયાના અહેવાલ છે? અહીં, લોકો તેમના પ્રિયજનોની શોધમાં વિરોધ પ્રદર્શન કરીને થાકી ગયા છે. અહીં, મૌલવીઓ ગુમ છે, પત્રકારો ગુમ છે, તહરીક-એ-ઇન્સાફના સભ્યો ગુમ છે.”

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં, ઘણા લોકો કહી રહ્યા છે કે ગાઝી, જે એક સમયે સત્તા પક્ષના પ્રચારક હતાં, હવે તેઓ ખુલ્લેઆમ પાકિસ્તાનમાં વડાપ્રધાન શહબાઝ શરીફ સરકારનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો યુદ્ધના એંધાણઃ ભારત પાકિસ્તાનની સરહદે કરશે યુદ્ધાભ્યાસ, NOTAM જારી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button