પાકિસ્તાન પોલીસમાં પ્રથમ હિંદુ બન્યા અધિકારી! જાણો રાજેન્દ્ર મેઘવારની સ્ટોરી…

ઇસ્લામાબાદ: રાજેન્દ્ર મેઘવારને પાકિસ્તાન પોલીસ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસમાં અધિકારી બનનાર તે પ્રથમ હિન્દુ છે. તેમની આ પદ પર નિયુક્તિ બાદ તેઓ ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ હિંદુ અધિકારીની આ પ્રકારની પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. રાજેન્દ્ર મેઘવારે શુક્રવારે 6 ડિસેમ્બરે ફૈસલાબાદના ગુલબર્ગ વિસ્તારમાં ASP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે મંત્રીઓને જવાબદારી સોંપી…
પ્રથમ હિંદુ ઓફિસર
પાકિસ્તાનના રાજેન્દ્ર મેઘવારે પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી બનીને ઈતિહાસ રચ્યો છે. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગ્રામીણ અને પછાત ગણાતા બદીન જિલ્લાના રહેવાસી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં તમામ અવરોધો તોડીને, પાકિસ્તાન પોલીસ સેવા (PSP) હેઠળ ફૈસલાબાદમાં સહાયક પોલીસ અધિક્ષક (ASP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
લોકોની સેવાનો મળશે મોકો
પોલીસમાં તેમની નિમણૂક થતાં રાજેન્દ્ર મેઘવાર ચર્ચાનો વિષય બન્યા છે. રાજેન્દ્રએ પાકિસ્તાનની CSS પરીક્ષા પાસ કરીને પોલીસમાં જોડાયા છે. તેમણે આ મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં જ તેમના પદનો ચાર્જ સંભાળ્યો હતો. રાજેન્દ્ર મેઘવારે પોલીસનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેમને લોકોની સેવા કરવાનો મોકો મળશે.
આ પણ વાંચો : Thailand ના પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે આ શહેરોની મુલાકાત લીધી
રૂપમતીએ પણ પાસ કરી પરીક્ષા
તમને જણાવી દઈએ કે રાજેન્દ્ર મેઘવારની નિમણૂક સાથે અન્ય એક વ્યક્તિએ પણ CSS પરીક્ષા પાસ કરી છે. રૂપમતી પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયમાંથી આવે છે. રૂપમતી રહીમ યાર ખાનની રહેવાસી છે. તેણે CSS પરીક્ષા પાસ કરી છે અને તે વિદેશ મંત્રાલયમાં જોડાવા આતુર છે.