નેશનલ

આતંકવાદી જૂથોને મદદ કરવા પીઓકેમાં ટેલિકોમ ટાવરની સંખ્યા પાકિસ્તાને વધારી

જમ્મુ : પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીર (પીઓકે)માં અંકુશરેખાની નજીક ટેલિકોમ ટાવરની સંખ્યા તાજેતરના સમયમાં વધારવામાં આવી છે જેનો હેતુ આતંકવાદી અને તેમના સાગરિતોની ઘૂસણખોરીમાં મદદ કરવાની છે. આતંકવાદી જુથો એનક્રિપ્ટેડ વાયએસએમએસ સર્વિસીસ નામના તંત્રજ્ઞાનનો ખાસ કરીને જમ્મુના પીર પંજાલ રેન્જના દક્ષિણે ઉપયોગ કરે છે. અધિકારીઓએ કહ્યું હતું કે ઘૂસણખોરીના પ્રયાસ અને તાજેતરના આંતકવાદી હુમલાની પેટર્નના અભ્યાસ પરથી ઉક્ત ઘટસ્ફોટ થયો હતો.

આ તંત્રજ્ઞાનનો ઉપયોગથી પીઓકેમાં આતંકવાદી જૂથનો સૂત્રધાર જમ્મુ વિસ્તારમાં આતંકવાદીને આવકારવાની તૈયારી કરનાર લોકો સાથે સંપર્કમાં હોય છે. આ ટેક્નોલોજીને લીધે પાકિસ્તાન સાથેની સરહદનું રક્ષણ કરનાર બોર્ડર સિક્યોરીટી ફોર્સ (બીએસએફ)ના ધ્યાનમાં ઘૂસણખોેરી આવતી નથી. પાકિસ્તાનના લશ્કરી અધિકારી મેજર જનરલ ઉમર અહમદ શાહ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે કામ કરીને ટેલિકોમ સિગ્નલ મજબૂત કરવાના સ્પેશ્યલ કમ્યુનિકેશન્સ ઓર્ગેનાઈઝેશન(એસસીઓ)ના પ્રોજેક્ટ પર સીધી દેખરેખ રાખે છે. આતંકવાદી અને તેના સાગરિતોને મદદ કરવા અકુંશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક રીતે મુકાયેલા ટેલિકોમ ટાવર સંયુક્ત રાષ્ટ્રસંઘ હેઠળની સંસ્થા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ યુનિયન (આઈટીયુ)ના બંધારણની ૪૫મી કલમનો ભંગ કરે છે. આઈટીયુની ૪૫મી કલમ પ્રમાણે તેના ૧૯૩ સભ્યદેશોએ આઈડેન્ટિફિકેશન સિગ્નલના પ્રસારણ અને ફેલાવાને અટકાવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ અને આવા સિગ્નલ પ્રસારિત કરતાં તેમના કાર્યક્ષેત્રમાં આવતા સ્ટેશનો ક્યાં છે એ બતાડવું અને એને ઓળખી આપવા જોઈએ.

અધિકારીઓ કહે છે કે આઈટીયુની હેઠળના રેડિયો કમ્યુનિકેશન બ્યુરોએ પણ ભારપૂર્વક જણાવ્યું છે કે બધા સ્ટેશનો પર બિનજરૂરી પ્રસારણ અથવા તો નકામા, ખોટા કે ગેરમાર્ગે દોરતા તથા ઓળખાણ વિનાના સિગ્નલ પ્રસારિત કરવાની મનાઈ છે. પીઓકેમાં નવા ટેલિકોમ ટાવર કોડ-ડિવિઝન મલ્ટિપલ એકસેસ (સીડીએમએ) તંત્રજ્ઞાનનો ઉપયોગ કરે છે ને ચીની કંપની એન્ક્રિપ્શનનું કામ કરે છે જેથી વાયએસએમએસ ઓપરેશન્સ પાર પાડી શકાય. અધિકારીઓએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મંચ પર આ બાબત ઉપાડી શકાય એ માટે તેની પ્રધાનના સ્તરે આની ચર્ચા કરાઈ હતી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?