
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન સરહદ તણાવ વધી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન સતત લાઇન ઓફ કંટ્રોલ પણ ગોળીબાર કરીને ભારતીય સેનાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ભારતીય સેના પણ આ ફાયરિંગનો વળતો જવાબ આપી રહી છે.
પાકિસ્તાને કોઈ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો
જેમાં 27- 28 એપ્રિલ 2015 ની રાત્રે પાકિસ્તાની સેનાની ચોકીઓએ કુપવાડા અને પૂંછ જિલ્લાના સરહદી વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. જેનો ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
સરહદો અને સૈનિકોની સુરક્ષા પ્રાથમિકતા
ભારતીય સેનાએ એલઓસી પર પાકિસ્તાની ગોળીબારનો જવાબ આપ્યો. જેના કારણે દુશ્મન દળોને પીછેહઠ કરવાની ફરજ પડી છે. જ્યારે સુરક્ષા અધિકારીઓએ પાકિસ્તાનની આ કાર્યવાહીને ગંભીરતાથી લીધી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેની સરહદો અને સૈનિકોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે.
કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 26-27 એપ્રિલની રાત્રે તુટમારી ગલી અને રામપુર સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ગોળીબારનો વળતો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. સુરક્ષા દળોએ કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યારે નિયંત્રણ રેખા પર તણાવ યથાવત છે.
આપણ વાંચો: ચીને પાકિસ્તાનને સાથ આપ્યો; પહેલગામ હુમલા અંગેની આ માંગને ચીને સમર્થન આપ્યું