ટોપ ન્યૂઝનેશનલ

ફરી પાકિસ્તાનની ફજેતી થઇ! ભારત પર હુમલાના ખોટા પુરાવા રજુ કર્યા, આ રીતે પોલ ખુલી પડી

નવી દિલ્હી: મે મહિનાની શરૂઆતમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ભારતે પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓ પર પ્રહાર કર્યા હતાં, જેમાં પાકિસ્તાને ભારે નુકશાન પહોંચ્યું હતું. પાકિસ્તાને પણ ભારત પર હુમલાના નિષફળ પ્રયાસો કર્યા હતાં. પાકિસ્તાને તાજેતરમાં દાવો કર્યો હતો કે તેની સેનાએ પંજાબના આદમપુર એરબેઝ પર હુમલો કર્યો હતો અને ત્યાં પાર્ક કરેલા સુખોઈ-30 MKI ને નુકસાન પહોંચાડ્યું હતું અને ભુજ એરબેસ પર કરવામાં આવેલા હુમલામાં S-400 ને નુકસાન પહોંચ્યું હતું.

પાકિસ્તાને દાવો રજુ કરતા સૅટેલાઇટ ઈમેજ પણ રજુ કરી હતી. હવે પાકિસ્તાનની પોલ ખુલી પડી ગઈ છે, તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાને નકલી ફોટા શેર કર્યા છે. સેટેલાઈટ ઈમેજ સાથે છેડછાડ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઇ છે.

ટોચના ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ (OSINT) ઇમેજરી વિશ્લેષક ડેમિયન સિમોને પાકિસ્તાનના દાવાને રદિયો આપ્યો છે. સિમોને જણાવ્યું કે પાકિસ્તાને તેનો ખોટો દાવો રજુ કરવા ઘર્ષણ પહેલાના ફોટોગ્રાફનો ઉપયોગ કર્યો હતો.

સાયમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. સિમોને પોસ્ટમાં સમજાવ્યું કે કેવી રીતે પાકિસ્તાનેચીની સેટેલાઇટ ફર્મની મદદથી લીધેલી સેટેલાઈટ ઈમેજ સાથે છેડછાડ કરી હતી અને દુનિયાને ફેક ઈમેજ રજુ કરી

સિમોને કહ્યું કે પાકિસ્તાને આદમપુર એરબેઝની ઈમેજ શેર કરી જેટ સળગી ગયા હોવાના નિશાન બતાવ્યા હતાં. પરંતુ સાયમનના મતે, તે આ ઈમેજ ભારતના ઓપરેશન સિંદૂર પહેલા માર્ચમાં લેવામાં આવી હતી.

એર બેઝ પર કાળા ડાઘ શું છે?
સિમોને કહ્યું કે એ સમયે મિગ-29 મેન્ટેનન્સ હેઠળ હતું. એન્જિનના વારંવાર પરીક્ષણને કારણે સ્થળ પર ડાઘ થઇ ગયો હતો, જ્યારે પાકિસ્તાને કહ્યું હતું કે આ સળગેલું જેટ છે.

આ પણ વાંચો -‏‏‎ પાકિસ્તાન પાણી માટે તરસે છે: ભારતના કડક વલણ બાદ જળસ્તર ઘટ્યા, પાક પર સંકટ

તેવી જ રીતે, પાકિસ્તાને ભૂજમાં ભારતીય S-400 સિસ્ટમનો નાશ કરવાનો દાવો કર્યો હતો. આ તસવીરમાં લશ્કરી બેઝ પર કાળા ડાઘ દેખાતા હતા. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આ ઓઈલના ડાઘ હતા અથવા ફયુલ લીકેજ હતું. આ તસવીર પણ ભારત-પાકિસ્તાન ઘર્ષણ પહેલા લેવામાં આવી હતી અને તેનો કોઈ હુમલા સાથે કોઈ સંબંધ નહોતો.

એ જ રીતે, નલિયા એરબેઝ અને જમ્મુ એરપોર્ટ પર હુમલાનો દાવો પણ ખોટો નીકળ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button