જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો ડ્રગ્સનો દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ, 25 કરોડનું હેરોઈન જપ્ત | મુંબઈ સમાચાર
નેશનલ

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો ડ્રગ્સનો દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ, 25 કરોડનું હેરોઈન જપ્ત

શ્રીનગર : પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં ડ્રગ્સની દાણચોરીનો પ્રયાસ કરી રહ્યું છે .જેને બીએસએફે નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફે રૂપિયા 25 કરોડનું શંકાસ્પદ હેરોઈન જપ્ત કર્યું હતું. બીએસએફના જવાનોએ જમ્મુના આરએસપુરામાં બિડીપુર ગામ નજીકના એક ખેતરમાંથી શંકાસ્પદ હેરોઈન જપ્ત કર્યું હતું. જેને સરહદ પારથી ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યું હતું.

બેગમાંથી અંદાજે પાંચ કિલોગ્રામ હેરોઈન જપ્ત

આ અંગે બીએસએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બેગમાંથી અંદાજે પાંચ કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 25 કરોડથી વધુ છે. બીએસએફ અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આરએસપુરા સેક્ટરમાં જતિંદર બોર્ડર આઉટ પોસ્ટ નજીક હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

ભારતીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન ફરતું જોવા મળ્યું

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સોમવારે સવારે 6 વાગ્યે ભારતીય સરહદ પર એક પાકિસ્તાની ડ્રોન ફરતું જોવા મળ્યું હતું. ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બીએસએફને સર્ચ ઓપરેશન દરમિયાન 5300 કિલોગ્રામ વજનના 10 પેકેટ હેરોઈન ધરાવતી બે બેગ જપ્ત કરવામાં આવી હતી. આ અંગે પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ શરુ કરવામાં આવી છે.

આપણ વાંચો:  કોણ બનશે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI ગવઈએ આ ન્યાયધીશની ભલામણ કરી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button