પાકિસ્તાને પહલગામ હુમલાના આતંકી સાથે સબંધને નકાર્યા, કહ્યું દાવા પાયા વિહોણા

ઈસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. જેમનો પાકિસ્તાન સાથે સબંધ હતો. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને ઈસ્લામાબાદમાં ભારતના દાવાને નકાર્યા છે. તેમજ કહ્યું કે પાકિસ્તાનનો આ આતંકીઓ સાથે કોઈ સબંધ નથી અને દાવા પાયા વિહોણા છે.
આરોપોને સાબિત કરવા જરૂરી પુરાવા નથી આપ્યા.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને વધુમાં જણાવ્યું હતું કે ભારતે આ આરોપોને સાબિત કરવા જરૂરી પુરાવા નથી આપ્યા. તેમજ 28 જુલાઈના રોજ ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકીઓ સાથે પાકિસ્તાનનો
કોઈ સબંધ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતનો વિપક્ષ પણ એ સવાલ પૂછી રહ્યો છે કે જે દિવસે સંસદના ઓપરેશન
સિંદૂર મુદ્દે ચર્ચા શરુ થઈ ત્યારે જ આતંકીઓ માર્યા જાય છે.
ઓપરેશન મહાદેવ અંગેનો દાવો અમારી માટે મહત્વનો નથી
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વને ખબર છે કે ભારતે પહલગામ હુમલાના કોઈ નક્કર પુરાવા અને તપાસ વિના તેની માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. તેથી ઓપરેશન મહાદેવ અંગેનો કોઈ પણ
દાવો અમારી માટે મહત્વનો નથી. ભારતના ગૃહ મંત્રીએ આ અંગે કરેલા દાવા ખોટા છે.
આ પણ વાંચો…ભારત માટે ખતરાની ઘંટીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ લશ્કરે હાથ મિલાવ્યા