નેશનલ

આ PAK ક્રિકેટરે બતાવી હિંમત, રિયાસી Terror attack પર કહ્યું કે…

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ આતંકવાદી હુમલાની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે. આ હુમલો શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, POKમાં સક્રિય આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી લીધી છે. 9 જૂન, રવિવારે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વેશ્નો દેવીના દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોથી ભરેલી બસ પર આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો અને ધડાધડ ગોળીબાર કર્યો હતો, જેના કારણે બસ ખાઈમાં પડી હતી અને ત્રણ મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા હતા, અને બાકીના 33 લોકો ઘાયલ થયા હતા.

શ્રદ્ધાળુઓ પર થયેલા આ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આક્રોશની લહેર છે. રાજકારણીઓથી લઈને ફિલ્મ કલાકારો સુધી દરેક આ હુમલાની નિંદા કરી રહ્યા છે અને આ શ્રેણીમાં એક પાકિસ્તાની ક્રિકેટરે પણ રિયાસી આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર હસન અલીએ હિંમત બતાવી છે અને શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા પર પોતાનું મૌન તોડ્યું છે. ખૂબ હિંમત બતાવતા, તેણે આ આતંકવાદી હુમલાને લગતી એક પોસ્ટ શેર કરી, જેનાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચે તે નક્કી જ છે.

Read more: એક તરફ કાશ્મીરમાં આતંકી હુમલાઓ અને બીજી તરફ કાશ્મીર પંડિતો કેમ જઈ રહ્યા છે કાશ્મીર ?

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હસન અલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. હસન પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર છે અને સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડી છે, પરંતુ તેમ છતાં તેણે પાકિસ્તાની ક્રિકેટર તરીકે આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે, જેના કારણે તેની હિંમતની દાદ દેવી પડે. હસન અલીએ ઈન્સ્ટાગ્રામ પર આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓ માટે ‘All eyes on Vaishno Devi attack’ નામની પોસ્ટ શેર કરી છે.

hasan ali insta story on devi attack

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાની આ કોઈ નવી ઘટના નથી. દરેક વ્યક્તિ જાણે છે કે પાકિસ્તાન દ્વારા પોષવામાં આવતા આતંકવાદીઓ દરરોજ હુમલા કરતા રહે છે. આતંકવાદીઓ ઘણા નિર્દોષ ભારતીયોને નિશાન બનાવે છે જેથી તેઓ ભયમાં રહે અને વાતાવરણ ડહોળાય. આતંકવાદી સંગઠનો વતી જવાબદારી લેવા છતાં, પાકિસ્તાન ક્યારેય એ વાત સ્વીકારતું નથી કે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ તેમની સેના અને આઈએસઆઈનો હાથ છે, પરંતુ પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે, જે પાકિસ્તાનના મોઢા પર થપ્પડ કરતા ઓછી નથી.

Read more: Kathua terror attack: એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર, 1 CRPF જવાન શહીદ

આ પહેલા કોઈ પાકિસ્તાની ક્રિકેટરે ભારતમાં કોઈ આતંકવાદી હુમલાનો વિરોધ કે નિંદા કરી નથી, પરંતુ હસને હિંમત બતાવીને જે પોસ્ટ કરી છે, તેનાથી પાકિસ્તાનને અને પાકિસ્તાન ક્રિકેટને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચશે જ. પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ (PCB) તેની પાસેથી જવાબ માંગશે. અહીં મોટી વાત એ છે કે પીસીબીના અધ્યક્ષ પાકિસ્તાનના ગૃહ પ્રધાન છે.
હસન અલીને વર્તમાન 2024 T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું નથી. હરિસ રઉફની વાપસી બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે આયર્લેન્ડ શ્રેણીમાં ટીમ સાથે હતો, પરંતુ T-20 world cup જેવી મોટી ટુર્નામેન્ટ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?