
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાને પાઠ ભણાવ્યા છતાં, પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઇ રહ્યું. આજે રાત્રે પાકિસ્તાને ભારતના કેટલાક વિસ્તારોમાં હુમલા શરુ કર્યા છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમમાં રોકેટ અને ડ્રોન વડે હુમલા શરુ કર્યા છે. પાકિસ્તાનના હુમલા બાદ, ભારતીય લડાકુ વિમાનોએ જમ્મુથી ટેક ઓફ કર્યું છે.
પાકિસ્તાને રાજસ્થાનના જેસલમેર પર હુમલો કર્યો છે, જેમાં હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. જેસલમેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયા હતાં.
અહેવાલ મુજબ ભારતે પાકિસ્તાનનું F-16 ફાઇટર વિમાન તોડી પાડ્યું છે. હુમલો કરવા આવેલા બે પાકિસ્તાની JF-17 ફાઇટર જેટને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતાં. પાકિસ્તાની સેનાએ પણ આ વાત સ્વીકારી લીધી છે.
પાકિસ્તાનના હુમલાની ભારતીય વાયુસેના અને સુરક્ષા એજન્સીઓએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને આ બધી મિસાઇલોને સફળતાપૂર્વક તોડી પાડી છે. પઠાણકોટ એરબેઝ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
જમ્મુ અને કાશ્મીરના જમ્મુ શહેરમ, અખનૂર, કિશ્તવાડઅને કુપવાડામાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના જેસલમેર, પંજાબના ઉધમપુર, ફિરોઝપુર અને અમૃતસરમાં, ગુજરાતના ભુજમાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ પર હુમલો કર્યો હતો, ભારતે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.