Pakistan's Air Strike Kills 15 on Afghan Border

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી; 15ના મોત, સરહદ પર તણાવ…

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની વાયુસેનાએ અચાનક જ અફઘાનિસ્તાન પર હુમલો કરી દેતા (Pakistan Air Strike on Afghanistan) ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં એર સ્ટ્રાઈક કરતા મહિલાઓ અને બાળકો સહિત 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધી શકે છે.

આ પણ વાંચો : ઈઝરાયલે હમાસ નેતા ઈસ્માઈલ હનીયાની હત્યાની જવાબદારી સ્વીકારી, હુથીઓને પણ આપી ચેતવણી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાન પર આ હવાઈ હુમલામાં ઘણા ગામોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી આ એર સ્ટ્રાઈકની સત્તાવાર પુષ્ટિ કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની ફાઈટર જેટ્સે અફઘાનિસ્તાનના વિસ્તારોમાં રોકેટ મારો કર્યો હતો. આ હવાઈ હુમલામાં મોટાપાયે નુકશાન થયું છે. એર સ્ટ્રાઈકથી બોર્ડર પર તણાવ ઘણો વધી ગયો છે.

તણાવ વધ્યો:

પાકિસ્તાનના આ હુમલા બાદ તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તાલિબાને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અફઘાનિસ્તાનને તેની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ હુમલાની નિંદા કરતા તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે પાકિસ્તાની ફાઈટર જેટ દ્વારા બોમ્બમારો કરવામાં આવેલા વિસ્તારોમાં વઝીરિસ્તાનના શરણાર્થીઓ પણ સામેલ હતા.

મૃત્યુઆંક વધી શકે છે:

પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, મૃતકોમાં ખાસ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જ્યારે ઘણા ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે, તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હવાઈ હુમલાને કારણે સારવાર દરમિયાન ઘણા લોકોના મોત પણ થઈ શકે છે.

આ કારણે કર્યો હોઈ શકે છે હુમલો:

પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ તાજેતરમાં પાકિસ્તાની સેના પર હુમલામાં વધારો કર્યો છે. અહેવાલ મુજબ પાકિસ્તાને અફઘાન તાલિબાન સરકાર પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો પર આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો : બ્રાઝિલમાં ગ્રામાડો પ્લેન ક્રેશ; એક જ પરિવારના 10 લોકોના મોત, બેની હાલત ગંભીર

એર સ્ટ્રાઈકમાં વઝીરિસ્તાનના શરણાર્થીઓ માર્યા દાવા પાકિસ્તાને નકારી કાઢ્યા છે. વઝિરિસ્તાનના શરણાર્થીઓ એ નાગરિકો છે જેઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહીને કારણે વિસ્થાપિત થયા હતા.

સંબંધિત લેખો

Back to top button