નેશનલ

પહેલગામ હુમલો: આતંકવાદીઓ એન્ક્રિપ્ટેડ એપ વડે તેમના આકાના સંપર્કમાં હતાં

મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતાં, સિક્યુરિટી ફોર્સીઝ હુમલો કરનાર આતંકવાદીઓને શોધીને ઠાર કરવા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, તાપસ એજન્સીઓ ટેરર નેટવર્કને પકડી પાડવા કામ કરી રહી છે. એવામાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે

એક અહેવાલ મુજબ હત્યા કરનારા ચાર આતંકવાદીઓ 10 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ(OGW) સાથે સંપર્કમાં હતાં. હુમલાખોરો OGW સાથે સતત વાતચીત કરી રહ્યા હતા. હુમલાખોરો અને OGW વચ્ચે એક એન્ક્રિપ્ટેડ એપ દ્વારા વાતચીત થઈ રહી હતી.

આ પણ વાંચો: પહેલગામમાં આતંકી હુમલા કેસમાં એનઆઈએ કર્યો આ મોટો ખુલાસો

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ હુમલાના આતંકવાદીઓ વાતચીત માટે ચીનની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા હતા. હેન્ડલર સાથે વાતચીત કરવા માટે ચાઇનીઝ સેટેલાઇટ ફોન અને એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે પહેલગામમાં ચાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જો કે તેમને મદદ કરવા માટે બીજા ઘણા લોકો સામેલ હતાં, જેઓ ફોન પર વાતચીત અને ચેટ દ્વારા તેમને મદદ કરી રહ્યા હતા. આ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી.

આ પણ વાંચો: ચીને પાકિસ્તાનને સાથ આપ્યો; પહેલગામ હુમલા અંગેની આ માંગને ચીને સમર્થન આપ્યું

પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ પર્યટકોએ નિશાન બનાવ્યા હતા જેમાં 26 લોકોના મોત થયાં. આતંકવાદીઓએ ફક્ત પુરુષોને જ નિશાન બનાવ્યા હતા. ગોળી મારતા પહેલા, આતંકવાદીઓએ પર્યટકોને તેમના ધર્મ વિશે પૂછ્યું. તેમને કલમાનો પાઠ કરાવવામાં આવ્યો હતો. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય સમાજમાં ભય અને નફરત ફેલાવવાનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button