
બહરીનઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન વિદેશમાં ભારત વિશે ફેલાવતાં જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોના પ્રવાસે છે. ભાજપ સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિ મંડળ બહરીન પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળે ભારતનો પક્ષ રાખ્યો અને પાકિસ્તાન સમર્થિક આતંકવાદની પોલ ખોલી હતી. આ દરમિયાન એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.
ઓવૈસીએ કહ્યું, આતંકીઓ નિર્દોષ લોકોની હત્યા કરે છે અને ધર્મનો ખોટો ઉપયોગ કરે છે. ઈસ્લામ આતંકવાદની નિંદા કરે છે, કુરાન સ્પષ્ટ કહે છે કે, નિર્દોષ વ્યક્તિને મારવા પૂરી માનવતાને મારવા સમાન છે.
બહરીનના મુખ્ય અગ્રણીઓ સાથે વાત કરતાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, આતંકી સંગઠનોએ ભારતમાં નિર્દોષ લોકોની હત્યાને યોગ્ય ગણાવી હતી અને તેમણે કુરાનની આયાતનો ખોટા સંદર્ભમાં ઉપયોગ કર્યો છે. અમે તેને ખતમ કરીશું.
આપણ વાંચો: વિશ્વની ચોથી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની ભારત, જાપાનને પાછળ છોડ્યું
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે આતંકવાદ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સમર્થનની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આપણને દરેક આંતરરાષ્ટ્રીય મંચ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનમાં સમર્થનની જરૂર છે. અમે કોઈ પણ દેશને ખતમ કરવા નથી માંગતા. અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન આ આતંકવાદી માળખાને નષ્ટ કરે અને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે.
ભાજપ સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વવાળા ડેલિગેશનમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબે, ફાંગનોન કોન્યાક, એનજપી સાંસદ રેખા શર્મા, એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી, સાંસદ સતનામ સિંહ સંધૂ, ગુલામ નબી આઝાદ અને રાજદૂત હર્ષ શ્રૃંગલા સામેલ છે.