‘યુપી સરકારની માનસિકતા જ સાંપ્રદાયિક છે’ ઓવૈસીએ ભાજપ ઉપરાંત સપા અને કોંગ્રેસને પણ ફટકાર લગાવી…

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનું સંભલ શહેર છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણનના કેન્દ્રમાં છે, સંભલની જામા મસ્જીદની જગ્યાએ હિંદુ મંદિર હોવાના દાવા બાદ કોમી તણાવ પેદા થયો છે. સર્વેની કામગીરી દમિયાન થયેલી હિંસા બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનવવામાં (Sambhal violence) આવી છે. જામા મસ્જિદની સામે પણ એક પોલીસ ચોકી બનાવવા આવી છે. આ મામલે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ને આ પસંદ નથી પડ્યું, તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો : Arvind Kejriwalની મોટી જાહેરાત, પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને અપાશે આટલા રૂપિયા
ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે સંભલમાં પાંચ નિર્દોષ લોકો માર્યા ગયા. સરકારે અહીં મુસ્લિમ વિસ્તારોમાં શાળાઓ બનાવવી જોઈએ, પરંતુ સરકારની માનસિકતા સાંપ્રદાયિક છે.
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે સંભલમાં મુસ્લિમો પર શંકા કરવામાં આવી રહી છે. ઓવૈસીએ કહ્યું કે આ વિસ્તારમાં જે પાંચ લોકોના મોત થયા છે તેના માટે કોણ જવાબદાર છે? મુસ્લિમોને સુવિધાઓ આપવામાં આવી રહી નથી. યુપીમાં મસ્જિદની સામે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે.
વિપક્ષ પર પણ નિશાન સાધ્યું:
માત્ર ભાજપ સરકાર જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટી પર પણ નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે સપાએ જણાવવું જોઈએ કે 2013માં મુઝફ્ફરનગરમાં શું થયું હતું.
રમખાણો અને હુમલાઓનો ઉલ્લેખ કરતા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર પણ નિસાન સાધ્યું તેમણે પૂછ્યું કે શીખ રમખાણો ક્યારે થયા હતા. એટલું જ નહીં શીખ રમખાણોમાં સામેલ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. માલેગાંવની ઘટના કોની સરકાર દરમિયાન બની હતી?
આ પણ વાંચો : લોકોની જાન સાથે રમત છે 10 મિનિટમાં ફૂડ ડિલિવરી, ડૉકટરોએ ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટોને ફટકાર લગાવી
દિલ્હી વિધાનસભા ચૂંટણી લડવા તૈયારી:
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ઓવૈસીએ કહ્યું કે તેમની પાર્ટી તાકાતથી લડી રહી છે. આગામી વર્ષે દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી મેદાનમાં ઉતરી છે. ઓવૈસીની AIMIM 70 વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં તેના 10 ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે.