જ્યારે ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે પુરુષો પર બળાત્કાર થાય છે શું તમને ખબર નથી?
નવી દિલ્લી: બુધવારે 20 ડિસેમ્બરના રોજ લોકસભામાં ફોજદારી કાયદા સંબંધિત ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય બિલ પર લોકસભામાં ભારે ચર્ચા થઈ હતી. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિલ પર ચર્ચા દરમિયાન કેટલાક પુરુષો પર થતા અત્યાચારના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જોકે તેમની આ વિષય પર ચર્ચા પર ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા પરંતુ ઓવૈસીએ પોતાની રજૂઆત ખૂબજ મક્કમપણે કરી હતી.
જે ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા છે તેમાં ભારતીય ન્યાય (દ્રિતીય) કોડ 2023, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ (દ્રિતીય) કોડ 2023 અને ઇન્ડિયન એવિડન્સ (દ્રિતીય) બિલ 2023નો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહના વિગતવાર જવાબ બાદ તેને વોઇસ વોટથી મંજૂર કરવામાં આવ્યો હતો. આ ત્રણ બિલ ભારતીય દંડ સંહિતા (IPC), 1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC), અને ભારતીય પુરાવા અધિનિયમ 1898, 1872ને બદલે લાવવામાં આવ્યા છે.
લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે શું બળાત્કાર માત્ર મહિલાઓ સાથે જ થાય છે? શું પુરુષો પર બળાત્કાર નથી થતો? બિલમાં આ અંગે કોઈ જોગવાઈ નથી. જ્યારે ઓવૈસીએ આ વાત લોકસભામાં રજૂ કરી ત્યારે કેટલાક સભ્યો હસવા લાગ્યા. ત્યારે ઓવૈસીએ કહ્યું કે તમે હસી રહ્યા છો. પરંતુ ખરેખર આવી ઘટનાઓ થાય છે. અને તમારું હાસ્ય બતાવે છે કે તમે પણ જાણો છો. ત્યારબાદ જસ્ટિસ જેએસ વર્માએ કહ્યું હતું કે બિલને જેન્ડર ન્યુટ્રલ બનાવવું જોઈએ.
ઓવૈસીએ એ પમ મુદ્દો ઉઠાવ્યો હતો કે કલમ 69માં લવ જેહાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે તેને કેવી રીતે સાબિત કરશો. આમાં તમારે જણાવવું પડશે કે ઓળખ છુપાવીને સંબંધ બનાવવામાં આવ્યા છે. એટલે કે જો કોઈ સ્ત્રી મોનુ માનેસર કે ચોમુ ચંડીગઢના પ્રેમમાં હોય. અને પછી જો તેને ખબર પડે કે તે ચંદીગઢ કે માનેસરનો નથી, તો શું કલમ 69 અમલમાં આવશે? જો કોઈનું નામ મુસ્લિમોના નામની જેમ સામાન્ય હોય, તો શું આ કલમ લાગુ પડશે? આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમે સહમતિથી સંબંધો રાખવાનો અધિકાર ખતમ કરી દીધો છે