
એર્નાકુલમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ આંધ્ર પ્રદેશ-કેરળના પ્રવાસે છે. આજે PM મોદીએ કેરળના ગુરુવાયૂર મંદિર અને થ્રીપ્રયાર શ્રી રામ મંદિરમાં પૂજા કરી. બપોરે લગભગ 1 વાગ્યે તેમણે કોચીમાં કોચીન શિપયાર્ડ સંબંધિત 4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.
ત્યાર બાદ એર્નાકુલમમાં BJPના પાવર સેન્ટર પ્રભારીઓના સંમેલનને સંબોધિત કર્યું હતું. વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે, અમારે મતદારોને કહેવું છે કે 10 વર્ષ પહેલા દેશમાં સરકાર નબળી હતી. તે સમયે ગમે ત્યારે આતંકવાદી હુમલા થતા હતા. ગલ્ફ દેશોમાં ભારતીયોનું સન્માન વધ્યું છે અને ભારતને વિશ્વ મિત્ર તરીકે જોઈ રહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે માત્ર ગરીબી હતાઓનો નારો જ આપ્યો, જ્યારે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબી માંથી બહાર કાઢવાનું કામ કર્યું છે. આ પર થી ખબર પડે છે કે વિકાસ માટે અમે સાચો રસ્તો પસંદ કર્યો છે.
કાર્યકરોને જીતની ફોરમૂળા પાટા કહ્યું કે આપણો સંકલ્પ હોવો જોઈએ કે આપણે આપનું બૂથ જીતીએ. જો આપણે એક બૂથ જીતીશું તો આ રીતે કેરળની ચૂંટણી પણ જીતી લઈશું. તમારે વહુ મહેનત કર પડશે અને એક એક મતદાતાઓ પર ધ્યાન આપવું પડશે.કેરળમાં સત્તાધારી LDF ને વિપક્ષી ગઠબંધન LDF ટ્રેક રેકોર્ડ ભ્રષ્ટાચારના ઇતિહાસનો પર્યાય છે. આ વાત આપણે લોકો સુધી પહોંચાડવી પડશે.
ભાજપ સરકારની પ્રાથમિકતા છે કે ભારતના નાગરિકોની કમાનીની સાથે સાથે તેની બચતમાં પણ વધારો થાય. ભાજપ સરકારની પ્રાથમિકતા દેશના સામાન્ય નાગરિકોની કમાણી સાથે બચત વધારવાની છે. દેશના લોકોએ આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરાવીને 1 લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે. જન ઔષધિ કેન્દ્રો પર 80% ડિસ્કાઉન્ટ પર દવાઓ લેવાથી 25 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે.
ભાજપ સરકારે મોબાઈલ અને ઇન્ટરનેટ સસ્તું કર્યું છે. જો મોબાઈલ ડેટાની કિંમત દસ વર્ષ પહેલા જેટલી જ રહી હોત તો તમારું મોબાઈલ બિલ દર મહિને 5,000 રૂપિયા આવત. અમારી સરકારમાં દેશની જનતા દર મહિને મોબાઈલ બિલમાં ચારથી સાડા ચાર હજાર રૂપિયાની બચત કરી રહી છે.
10 વર્ષ પહેલા 2 લાખ રૂપિયાથી વધુની આવક પર ટેક્સ લાગતો હતો. ભાજપ સરકારે નિર્ણય કર્યો છે કે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. છેલ્લા દસ વર્ષમાં કરદાતાઓએ અંદાજે રૂ. 2.5 લાખ કરોડની બચત કરી છે.
જ્યારે ભારત સમૃદ્ધ હતું ત્યારે ગ્લોબલ GDPમાં અમારી ભાગીદારી મોટી હતી. ત્યારે આપણી તાકાત અમારા બંદરો, અમારા બંદર શહેરો હતા. આજે જ્યારે ભારત ફરીથી વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે આપણે ફરીથી આપણી દરિયાઈ શક્તિ વધારવામાં વ્યસ્ત છીએ.
થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે મેં કેરળમાં રામાયણ સાથે સંબંધિત 4 પવિત્ર મંદિરોની વાત કરી હતી. કેરળની બહારના ઘણા લોકો જાણતા નથી કે આ મંદિરો રાજા દશરથના પુત્રો સાથે જોડાયેલા છે. આ સૌભાગ્યની વાત છે કે મને અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના થોડા દિવસો પહેલા જ શ્રી રામસ્વામી મંદિરની મુલાકાત લેવાનો લાહવો મળ્યો.