નેશનલ

ખેતરમાં એકા એક પટકાયું ટ્રેનીંગ આપતું Aircraft, જાણો શું હાલત થઈ હશે શિખાઉ પાઇલટની?

પટણા: બિહારના બોધગયામાં મંગળવારે સેનાના એક માઈક્રો એરક્રાફ્ટ જમીન પર પટકાયું હતું. આ ઘટનામાં એરક્રાફ્ટના પાઇલટનો માંડ માંડ બચાવ થયો હતો. (Aircraft Fall Down in Bihar) આ ઘટના પાઇલટની ટ્રેનીંગ દરમ્યાન બની હતી.આ ઘટના બોધગયાના બગદહા ગામમાં પાયલટોની ટ્રેનિંગ દરમિયાન બની હતી. મળતી માહિતી મુજબ, વિમાનના એરક્રાફ્ટમાં અચાનક ખામી સર્જાતા વિમાન જમીન પર પટકાયું હતું. જો કે અકસ્માતનું સાચું કારણ તપાસ બાદ જ બહાર આવશે. આર્મીનું માઈક્રો એરક્રાફ્ટ ક્રેશ થઈને ખેતરમાં પડી ગયું હતું.ઘટના સમયે વિમાનમાં બે પાઈલટ હતા, બંને હાલ સુરક્ષિત છે. આ અકસ્માત બાદ આસપાસના ગ્રામજનોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

માઇક્રો એરક્રાફ્ટ OTA (The Officers Training Academy) થી તાલીમ માટે ઉડાન ભરી હતી, તેમાં બે પાઇલટ સવાર હતા. જોરદાર અવાજ સાથે એરક્રાફ્ટ અચાનક જમીન પર પડી જતાં થોડા સમય માટે ગામમાં ગભરાટ ફેલાયો હતો. ગામના લોકોની મદદથી એરક્રાફ્ટને બાજુ પર ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાની માહિતી તરત જ ઓટીએ ગયાના અધિકારીઓને આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ગયાના OTAમાં પાયલટોને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ અકસ્માત એ જ તાલીમ દરમિયાન થયો હતો. આ પહેલા પણ એક અન્ય એરક્રાફ્ટ ટ્રેનિંગ દરમિયાન અચાનક જમીન પર પડી ગયું હતું, ત્યારે પણ પાયલટોને કોઈ નુકસાન થયું ન હતું. ત્યારે પણ બંને પાયલોટ સુરક્ષિત હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે