નેશનલ
ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ
શેરડીના રસમાંથી ઈથેનોલ નહિ બનાવવા સૂચના
નવી દિલ્હી : સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો રહે એની તકેદારી લેવા અને ખાંડના ભાવને અંકુશમાં રાખવા સરકારે ગુરૂવારે બધી ખાંડ મિલો અને ડિસ્ટિલરીઝને ઈથેનોલનું ઉત્પાદન કરવા શેરડીના રસનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે.
જો કે અન્ન મંત્રાલયે બધી ખાંડ મિલો અને ડિસ્ટિલરીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવને લખેલા પત્રમાં કહ્યું હતું કે બી-હેવી મોલાસીસમાંથી ઈથેનોલ ઓઈલ માર્કેટિંગ કંપનીને આપવાનું ચાલુ રહેશે. ખાંડ (અંકુશ) હુકમ, ૧૯૫૬ના ક્લોઝ ચાર અને પાંચ હેઠળ મળેલી
સત્તા હેઠળ એવો આદેશ અપાય છે કે ખાંડની મિલો અને ડિસ્ટિલરીઝને ઈથોનોલ સપ્લાઈ વર્ષ ૨૦૨૩-૨૪થી ઈથેનોલ બનાવવા શેરડીનો રસનો કે ખાંડના સીરપનો ઉપયોગ નહીં કરે. બી-હેવી મોલાસીસમાંથી ઈથેનોલ ઓઈલ માર્કેટિંગ કંપનીને આપવાનું ચાલુ રહેશે. (એજન્સી)