નેશનલ

અમિત શાહના ‘રથ’ની દુર્ઘટના સંદર્ભે તપાસનો આદેશ

જયપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો રથ નાગૌરમાં મંગળવારે વીજળીના તાર સાથે સંપર્કમાં આવતાં સ્પાર્ક થયો હતો અને રાજસ્થાનની સરકારે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.
જ્યારે શાહનો કાફલો ચૂંટણી રેલીને સંબોધવા માટે બિડિયાદ ગામથી પરબતસર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.

પરબતસરમાં એક ગલીમાંથી પસાર થતી વખતે, તેમના ‘રથ’ (ખાસ રીતે ડિઝાઇન કરેલ વાહન)નો ઉપરનો ભાગ પાવર લાઇનને સ્પર્શી ગયો હતો જેના કારણે સ્પાર્ક થયો હતો અને ત્યારબાદ વાયર તૂટી ગયો હતો. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને શાહ સહિત તમામ સુરક્ષિત હતા અને તેમને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન અશોક ગહલોતે ગઈકાલે રાત્રે કહ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. શાહે ગઈકાલે ૨૫ નવેમ્બરની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં કુચામન, મકરાના અને નાગૌરમાં ત્રણ રેલીઓને સંબોધિત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button