Delhi Stampede : કોંગ્રેસ સહિત વિપક્ષોએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું, કરી આ માંગ... | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

Delhi Stampede : કોંગ્રેસ સહિત વિપક્ષોએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું, કરી આ માંગ…

નવી દિલ્હી : નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે(New Delhi Railway Station Stampede)રાત્રે થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જોકે, આ દુર્ઘટના બાદ કોંગ્રેસ સહિત વિપક્ષોએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ રેલવે તંત્ર પર બેદરકારીનો આક્ષેપ લગાવીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે.

Also read : New Delhi રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ પાછળ આ કારણો જવાબદાર, જાણો વિગતે…

રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ

જેમાં કોંગ્રેસનો આરોપ છે કે જ્યારે દેશના એક રેલ્વે સ્ટેશન પર ભીડમાં મહિલાઓ અને બાળકો મૃત્યુ પામી રહ્યા હતા, ત્યારે અશ્વિની વૈષ્ણવ સમાચાર દબાવવા અને મૃત્યુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અંગે કોંગ્રેસે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ભાગદોડની પીડાદાયક તસવીરો સાથેનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ” નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ગેરવહીવટને કારણે ભાગદોડ મચી ગઈ.’ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. બાળકો પણ મૃત્યુ પામ્યા. આ બધું થઈ રહ્યું હતું અને રેલ્વે મંત્રી વારંવાર કહી રહ્યા હતા કે બધું બરાબર છે. તેઓ સમાચાર દબાવવામાં વ્યસ્ત હતા. તેઓ મૃત્યુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આવા માણસને મંત્રી પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે દેશની માફી માંગવી જોઈએ.”

રાહુલ ગાંધીએ પણ મોદી સરકારને ઘેરી

આ દુર્ઘટના બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ મોદી સરકારને ઘેરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ” નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડને કારણે અનેક લોકોના મોત અને ઘાયલ થવાના સમાચાર અત્યંત દુઃખદ અને દુઃખદ છે.’ હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. આ ઘટના ફરી એકવાર રેલવેની નિષ્ફળતા અને સરકારની અસંવેદનશીલતા ઉજાગર કરે છે. “

રેલ્વે મંત્રીએ આની જવાબદારી લેવી જોઈએ : લાલુ યાદવ

જ્યારે બીજી તરફ પૂર્વ રેલવે મંત્રી અને આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવે પણ આ દુર્ઘટના પર આકરા પ્રહાર કર્યા છે.
તેમણે કહ્યું નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ રેલવેના ગેરવહીવટને કારણે થઈ હતી.આ અંગે બોલતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રેલવેના ગેરવહીવટને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. રેલ્વે મંત્રીએ આની જવાબદારી લેવી જોઈએ. જ્યારે લાલુ પ્રસાદને મહાકુંભ મેળા માટે ભીડ વ્યવસ્થાપન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, કુંભનો કોઈ અર્થ નથી. કુંભ રાશિ ખરાબ છે

દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટી રચના કરો : અસદુદ્દીન ઓવૈસી

જ્યારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ બાદ થયેલા મૃત્યુ શોક વ્યક્ત કરતાં એઆઇએમઆઈએમના વડા
અસદુદ્દીન ઓવૈસીએ આ દુર્ઘટનાની સ્વતંત્ર, ન્યાયિક દેખરેખ હેઠળ એસઆઈટી તપાસની માંગ કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું ” નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. તે એક ટાળી શકાય તેવી દુર્ઘટના હતી. ભાજપ સરકાર જે બન્યું તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે (1) દુર્ઘટનાની તપાસ માટે સ્વતંત્ર, ન્યાયિક દેખરેખ હેઠળની એસઆઇટી રચના (2) ભારતીય રેલ્વેની પ્રણાલીગત નિષ્ફળતાઓની સ્વતંત્ર તપાસની માગ કરી

Also read : બેફામ ટિકિટનું વિતરણ અને રેલવેના અધિકારીનું અનાઉન્સમેન્ટ, 18ના મોતનું કારણ બન્યું

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 14 મહિલા સહિત 18 લોકોના મોત થયા છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે.

Back to top button