ઑસ્કર એવૉર્ડસમાં સાત એવૉર્ડ સાથે `ઑપનહૅઈમર' છવાઈ | મુંબઈ સમાચાર
નેશનલ

ઑસ્કર એવૉર્ડસમાં સાત એવૉર્ડ સાથે `ઑપનહૅઈમર’ છવાઈ

ઑસ્કાર:

ઑપનહૅઈમર' ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવોર્ડ ક્રિસ્ટોફર નૉલાનને અને શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ સિલિયન મરફીને તોપૂઅર થિંગ્સ’ માટે ઍમ્મા સ્ટૉનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ આપવામાં આવ્યો હતો.

લૉસ ઍન્જલસ: અહીંના ડૉલ્બી થિયેટરમાં યોજાયેલા 96મા ઑસ્કર એવૉર્ડ વિજેતાની જાહેર કરવામાં આવેલી યાદીમાં સાત એવૉર્ડ મેળવી ઑપનહૅઈમર'એ બાજી મારી છે. ઑપનહૅઈમરને શ્રેષ્ઠ ફિલ્મનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ માટે ક્રિસ્ટોફર નૉલાનને શ્રેષ્ઠ નિર્દેશકનો તો સિલિયન મરફીને શ્રેષ્ઠ અભિનેતા, રૉબર્ટ ડાઉની જૂનિયરને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. બૅસ્ટ સિનેમેટોગ્રાફી માટે હૉયતે વૅન હૉયતેમાને એવૉર્ડ આપવામાં આવ્યો છે. પૂઅર થિન્ગ્સ’ ફિલ્મ માટે ઍમ્મા સ્ટૉનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ આપવામાં આવ્યો છે.
ધ હૉલ્ડઑવર્સ' માટે ડા'વિન જૉય રાન્ડૉલ્ફને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. ધ ઝોન ઑફ ઈન્ટરેસ્ટ’ (યુનાઈટેડ કિંગડમ)ને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિચર ફિલ્મનો એવૉર્ડ આપવામાં આવ્યો છે.
ઍનાટૉમી ઑફ અ ફૉલ'ના બૅસ્ટ ઑરિજિનલ સ્ક્રિનપ્લે માટે જસ્ટિન ટ્રાઈટ અને આર્થર હરારીને એવૉર્ડ આપવામાં આવ્યો છે. વૉર ઈઝ ઑવર ઈન્સપાયર્ડ બાય ધ મ્યુઝિક ઑફ જ્હૉન ઍન્ડ યૉકો’ને શ્રેષ્ઠ ઍનિમેટેડ શૉર્ટ ફિલ્મનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. ધ બૉય ઍન્ડ ધ હૅરોન'ને શ્રેષ્ઠ ઍનિમેટેડ ફિલ્મનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. ગૉડઝિલા માઈનસ વન’ને શ્રેષ્ઠ વિઝ્યૂઅલ ઈફેક્ટ માટેનો એવૉર્ડ આપવામાં આવ્યો છે.
બાર્બી' ફિલ્મનાવૉટ વૉઝ મૅડ ફૉર મી?’ને શ્રેષ્ઠ ઑરિનિલ સૉન્ગનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. (એજન્સી)

Back to top button