
નવી દિલ્હી : લોકસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા પૂર્વે વિપક્ષના હોબાળાથી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ નારાજ થયા છે.તેમણે હોબાળા બાદ મીડિયા સમક્ષ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ પાકિસ્તાન જે ભાષા બોલી રહ્યું છે તે જ ભાષા બોલી રહ્યું છે.
ચિદમ્બરમ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યું છે
તેમણે સંસદ પરિસરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શું વિપક્ષને ચહેરા ઉઘાડા થવાનો ડર છે. આતંક અને આંતકવાદીઓ સાથે તેમનો શું સબંધ છે. પી. ચિદમ્બરમ એમ કેમ કહી રહ્યા છે. તે પુરાવા કેમ માંગી રહ્યા છે પાકિસ્તાનનો હાથ છે કે નહી. ચિદમ્બરમ પાકિસ્તાન જે ભાષા બોલી રહ્યા છે તે જ ભાષા બોલી રહ્યા છે.
ગૃહની કાર્યવાહી સ્થગિત
ઉલ્લેખનીય છે કે, આજે લોકસભામાં બપોરે 12 વાગ્યે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાની હતી. પરંતુ તે પૂર્વે વિપક્ષના હંગામાના લીધે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી બપોરે 1 વાગ્યે સુધી સ્થગિત કરી હતી.
આપણ વાંચો: સંસદમાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા: સરકાર સજ્જ, વિપક્ષ આક્રમક
ઓપરેશન સિંદૂરને કોઈ દબાણ હેઠળ રોકવામાં નથી આવ્યું
આ ઉપરાંત સંસદમાં ઓપરેશન સિંદૂર મામલે વિપક્ષોને જવાબ આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરને કોઈ દબાણ હેઠળ રોકવામાં નથી આવ્યું. તેમણે જણાવ્યું હતું કે જે લક્ષ્યો રાખ્યા હતા તે સિદ્ધ થઈ જતા તેને રોકવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે.