ટોપ ન્યૂઝનેશનલ

ઓપરેશન સિંદૂરનો લોગો કોણે બનાવ્યો અને કેટલી મિનિટમાં થયો હતો તૈયાર, જાણો વિગતો

નવી દિલ્હીઃ પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ઓપરેશન સિંદૂરના લોગાએ કરોડો લોકોનું દિલ જીતી લીધું હતું. કાળા રંગના બ્રેકગ્રાઉન્ડમાં મોટા સફેદ રંગમાં ઓપરેશન સિંદૂર લખવામાં આવ્યું હતું. તેમાં o ને કટોરીના રૂપમાં બતાવાયો હતો અને સુહાગના પ્રતીક લાલ રંગનું સિંદૂર હતું. ઓપરેશન સિંદૂર બાદ તમામ લોકો આ લોગો કોણે બનાવ્યો તે જાણવા આતુર હતા.

મળતી વિગત પ્રમાણે, ભારતીય સેના બે જવાનોએ આ લોગો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિંદર સિંહે ઓપરેશન સિંદૂરનો શાનદાર લોગો તૈયાર કર્યો હતો. બંને સેનાની સ્ટ્રેટેજિક કમ્યુનિકેશનમાં તૈનાત છે. કર્નલ હર્ષ ગુપ્તા પંજાબ રેઝિમેંટથી છે અને હવાલદાર સુરિંદર સિંહ સેનાના આર્મી એજ્યુકેશન કોરથી છે.

બંનેએ જણાવ્યું કે, આ લોગો સામે આવતાં જ દેશના લોકો વચ્ચે સેનાના સાહસનું અને ઓપરેશન સિંદૂરનું પ્રતીક બની ગયો હતો. ઓપરેશન સિંદૂરના આ લોગોને ઘણા લોકોએ તેમનો ડિપી બનાવ્યો હતો. સેના મુજબ, આ લોગોને એક્સ પર 9 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર 51 કરોડ વખત યૂઝ થયો છે.

આપણ વાંચો:  ઓડિશામાં દોઢ ટન વિસ્ફોટક ભરેલો ટ્રક લૂંટીને નાસી ગયા નકસલીઓ, પોલીસ એલર્ટ

ભારતીય સેનાના મેગેઝિન ‘બાતચીત’ના તાજેતરના ઈસ્યુમાં ઓપરેશન સિંદૂરનો લોગો બનાવનારા બંને સૈનિકો લેફ્ટિનેંટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિંદર સિંહની તસવીર શેર કરવામાં આવી છે. બંને સૈનિકોએ આ લોગો માત્ર 45 મિનિટમાં જ તૈયાર કર્યો હતો. આ મેગેઝિનમાં પહલગામ આતંકી હુમલાની સાથે પાકિસ્તાનમાં ભારતીય સેનાએ જે આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા તેનો પણ ઉલ્લેખ છે.

પાકિસ્તાનને પદાર્થ પાઠ ભણાવવા માટે લોન્ચ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના લોગોને વડા પ્રધાન મોદીએ મંજૂરી આપી હતી. આ નામ પહલગામ હુમલામાં વિધવા થયેલી મહિલાઓ માટે ક્યારેય ન ભૂલી શકાય તેવા દર્દનું પ્રતીક છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નામને સેનાના ઓપરેશન માટે મંજૂરી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button