સિંદૂરને લઈને સંસદમાં Jaya Bachchanએ આપ્યું એવું સ્ટેટમેન્ટ કે…

નવી દિલ્હીઃ હાલમાં સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં જ્યાં જુઓ ત્યાં બસ ઓપરેશન સિંદૂરનું જ નામ સંભળાઈ રહ્યું છે. અનેક દિવસોથી સદનમાં ઓપરેશન સિંદૂરને લઈને વિપક્ષ જાત જાતના સવાલો કરી રહ્યા છે અને સરકાર તેના જવાબો આપી રહી છે.
હવે આ અનુસંધાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પણ ઓપરેશન સિંદૂરને લઈને સવાલ કર્યો છે અને સરકારને સવાલ પણ કર્યા છે. આવો જોઈએ શું કહ્યું છે જયા બચ્ચને-
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર કોઈના દબાણથી નહીં પણ પાકિસ્તાનની અપીલથી રોક્યું: સંસદમાં રાજનાથ સિંહનો ‘જવાબ’…
સપાના સાંસદ જયા બચ્ચને ઓપરેશન સિંદૂરને લઈને સવાલ કરતાં જણાવ્યું હતું કે સર પહેલાં તો હું તમને શુભેચ્છા આપીશ કે તમે એવા એવા લેખકો રાખ્યા છે જેઓ મોટા મોટા નામ આપે છે. હવે આ સિંદૂર નામ કેમ આપ્યું? મહિલાઓના સિંદૂર તો ભૂંસાઈ ગયા? જે લોકો માર્યા ગયા એમની પત્નીઓ જ રહી ગઈ છે. પ્લીઝ તમે મને આ સમજાવશો.
જયા બચ્ચને પોતાના ભાષણમાં જણાવ્યું હતું જે ટુરિસ્ટ પહલગામ ફરવા ગયા હતા તેઓ કોના ભરોસા પર ગયા હતા? 370 હટાવ્યા બાદ તમે લોકોએ છાતી ઠોકીને કહ્યું કે આંતકવાદનો ખાતનો થઈ જશે. અમે વચન આપીએ છીએ.
શું થયું? જે ટૂરિસ્ટ ગયા હતા એ જ ભરોસા પર ગયા હતા. અમે તો જઈ રહ્યા છીએ કાશ્મીર. અમારા માટે તો જન્નત છે. એ લોકોને મળ્યું શું? સર તમે વિશ્વાસ તોડ્યો છે. તમે 25 જાન ના બચાવી શક્યા અને એ પરિવારના લોકો તમને માફ નહીં કરી શકે.
આપણ વાંચો: સંસદમાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા: સરકાર સજ્જ, વિપક્ષ આક્રમક
તમારા લોકોમાં એટલી માણસાઈ નથી કે તમે લોકો એમના પરિવાર પાસે માંફી માંગો, અમારી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો. તમને સુરક્ષિત રાખવાની જવાબદારી અમારી હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં, એવું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલના પહલગામ ખાતે થયેલાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષો લોકોનો ભોગ લેવાયો હતો. આ તમામ લોકો કાશ્મીર પરવા ગયા હતા. આ હુમલાના જવાબમાં ભારત સરકારે પણ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનમાં આવેલા આંતકવાદી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કર્યા હતા.