જે ‘સિંદૂર’ પર હુમલો થયો એ ‘સિંદૂરે’ જ લીધો બદલો, ભારતીય સંસ્કૃતિમાં છે આગવું મહત્ત્વ…

પહલગામ આંતકવાદી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો. મોડી રાતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આંતકવાદી ઠેકાણાઓને નિશાનો બનાવતા સ્ટ્રાઈક કરી, જેમાં મોટી સંખ્યામાં આંતકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભારતીય સેનાએ એકદમ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું અને મળતી માહિતી અનુસાર ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશનના આ નામ આપ્યું હતું. આવો જોઈએ શું છે ઓપરેશન સિંદૂરનો અર્થ અને કેમ આ સ્ટ્રાઈકને આ નામ આપવામાં આવ્યું હતું.
22મી એપ્રિલના જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે થયેલાં આતંકવાદી હુમલામાં આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોને તેમનો ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આંતકવાદીઓએ મહિલાઓની આંખોની સામે તેમનો સુહાગ અને સિંદૂર ઉજાડ્યો હતો. જે પતિની લાંબી ઉંમર માટે મહિલાઓ સિંદૂર લગાવે છે આંતકવાદીઓએ તેને ટાર્ગેટ કર્યો હતો.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરમાં વપરાયેલા SCALP મિસાઈલ અને HAMMER બોમ્બની ખાસિયત વિશે જાણો છો…
પહલગામ હુમલામાં મહિલાઓના સિંદૂર પર હુમલો થયો હતો અને એનો બદલો હવે ઓપરેશન સિંદૂરથી લેવામાં આવ્યો છે. આંતકવાદીઓએ 26 નિર્દોષના સિંદૂરથી આ ખૂની ખેલ ખેલ્યો હતો અને આ સિંદૂર જ એમના મૃત્યુનું કારણ બન્યું હતું.
વાત કરીએ ભારતીય સંસ્કૃતિની તો ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. સિંદૂરને સુહાગની નિશાની છે. હિંદુ સંસ્કૃતિમાં પતિ પત્નીની માંગમાં સિંદૂર ભરે છે અને ત્યાર બાદ મહિલાઓ સિંદૂર લગાવે છે. મહિલાઓ પતિની સુરક્ષા માટે માંગમાં સિંદૂર પુરે છે. જ્યાં સુધી પતિ જીવંત રહે છે ત્યાં મહિલાઓ સિંદૂર પૂરે છે. સિંદૂરને પતિની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય સાતે જોડીને જોવામાં આવે છે. સિંદૂરમાં રહેલો લાલ રંગ લોહીની જેવો લાલ હોય છે અને તે જીવનશક્તિનું પ્રતિક હોય છે.
આ પણ વાંચો: ભારતે લીધો બદલો: ઓપરેશન સિંદૂરથી આ ત્રણ આતંકવાદી સંગઠનોની કમર તૂટી, થયું મોટું નુકશાન
પૂજા-પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. દેવી-દેવતાઓની મૂર્તિ પર પણ સિંદૂર ચઢાવવામાં આવે છે. દેવીઓ પર ચોક્કસ સિંદૂર ચઢાવવામાં આવે છે. એવું કહેવાય છે કે સિંદૂર લગાવવાથી મન અને મસ્તક શાંત રહે છે અને ધ્યાન પણ કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.