કૂપવાડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)છેલ્લા કેટલાક સમયથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એક પછી એક આતંકી હુમલા બાદ સેના પણ આતંકીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચલાવી રહી છે. આ ક્રમમાં ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક આતંકીને ઠાર કર્યો છે. ચોક્કસ ઇનપુટ્સના આધારે સેનાએ આ કાર્યવાહી કરી છે.
ઓપરેશન વિશે જાણો
હકીકતમાં, કુપવાડાના કોવુત વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા બાદ ભારતીય સેના દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 24 જુલાઈની સવારે સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ. તેની બાદ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જવાબમાં સેનાએ કરેલા ગોળીબારમાં એક આતંકી માર્યો ગયો હતો. એન્કાઉન્ટરમાં એક NCO પણ ઘાયલ થયો છે.
આર્મી ચીફે આતંકવાદીઓને મારવા માટે છૂટ આપી
કુપવાડામાં ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે થયો છે જ્યારે જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં અનેક આતંકી હુમલાઓ થયા છે. ભારતીય સેનાએ ઘૂસણખોરીના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેના પ્રમુખે આતંકવાદીઓને મારવા માટે ભારતીય જવાનોને છૂટઆપી છે. આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે ભારતીય સેના દ્વારા ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ ચલાવવામાં આવી રહ્યું છે.
આતંકવાદીઓને જલદીથી ખતમ ઓપરેશન ઓલ આઉટ
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુશિદ્રા કુમારને આતંકવાદીઓને ખતમ કરવા માટે સુચના આપી હતી. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે ઓપરેશન ઓલ આઉટ કરીને આતંકવાદીઓને જલદીથી ખતમ કરવા જોઈએ.
Also Read –