આંધ્રપ્રદેશમાં ઓએનજીસીના તેલના કુવામાંથી ગેસ લીકેજ, લોકોમાં ગભરાટ

કોનાસીમા : આંધ્રપ્રદેશના આંબેડકર કોનાસીમા જિલ્લામાં ઓએનજીસીના તેલના કુવામાંથી ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી છે. આ ગેસ લીકેજના પગલે અનેક સ્થળોએ આગ પણ લાગી છે. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ થોડા સમય માટે ઉત્પાદન બંધ થયા પછી વર્કઓવર રિગનો ઉપયોગ કરીને કૂવાનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. આ સમારકામ કાર્ય દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. તેમજ કાચા તેલમાં ભળેલા ગેસનો મોટો જથ્થો ઉપર તરફ ગયો હતો. આ તેલનો કૂવો કોનાસીમાના રાઝોલ વિસ્તારના ઇરુસુમાંડા ગામમાં સ્થિત છે.
આપણ વાચો: નારોલના એક મકાનમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડર ફાટ્યો: ભીષણ આગ લાગતા 2ના મોત
તાત્કાલિક નજીકના ગામડાઓ ખાલી કરાવ્યા
આ અંગે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, લીકેજ ગેસથી તરત જ આગ લાગી હતી. જેના લીધે આસપાસના રહેવાસીઓ અને અધિકારીઓ ચિંતામાં મુકાયા છે. તેમજ સુમંડા અને આસપાસના વિસ્તારોમાં ગેસ અને ધુમાડો ગાઢ ધુમ્મસની જેમ ફેલાયુ હતું. તેમજ સલામતીના ધ્યાનના રાખીને સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક નજીકના ગામડાઓ ખાલી કરાવ્યા હતા.
આપણ વાચો: વસઈ ક્લોરિન ગેસ લીકેજ: મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કરી
આગ ઓલવવા ઓએનજીસી કર્મચારીઓ કાર્યરત
આ ઘટના બાદ અનેક લોકો પહેલાથી જ તેમના ઘર છોડીને ભાગી ગયા હતા અને તેમના પશુધનને સલામત સ્થળે ખસેડી લીધા હતા. તેમજ લોકોને વીજળીનો ઉપયોગ ન કરવા, વિદ્યુત ઉપકરણો ચાલુ ન કરવા અથવા સ્ટવ સળગાવવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. લીકેજને કાબુમાં લેવા અને આગ ઓલવવા માટે ઓએનજીસી કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે.
આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તેમજ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.



