કોલકાતા: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર આજે બપોરે અચાનક મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એક ભંગાર વિણનાર વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. વિસ્ફોટ બાદ આખા વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. કોલકાતા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આ બ્લાસ્ટની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.
કોલકાતા ડોક્ટર કેસઃ CM મમતા બેનરજીએ કહ્યું રાજીનામું આપવા તૈયાર…
પ્રાપ્ત વિગતો અનુસાર કોલકાતામાં બપોરે લગભગ 1.45 કલાકે ધડાકો થયો હતો. બ્લાસ્ટ બ્લોકમેન સ્ટ્રીટ અને એસએન બેનર્જી રોડના ચાર રસ્તા પર થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જ સ્થનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ને બોલાવવામાં આવી હતી.
ઘટના સમયે સાક્ષી રહેલા એક વ્યકિતએ જણાવ્યું હતું કે ‘અમે નજીકમાં ઉભા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો. અવાજ એટલો મોટો ધડાકાભેર આવ્યો હતો કે અમે બધા ડરી ગયા. અમે સ્થળ પર દોડી ગયા અને જોયું કે એક વ્યક્તિ જમીન પર પડેલો હતો અને તેના હાથમાંથી લોહી વહી રહ્યુ હતું. સદનસીબે અન્ય કોઈને ઈજા થઈ ન હતી.’
મુંબઈના પરિવારે ગણેશોત્સવમાં થીમ બનાવી આપી કોલકાતા પીડિતાને શ્રદ્ધાંજલિ
ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પ્રભારી અને કોલકાતા પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તારને કોર્ડન કરીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. બીડીડીએસના કર્મચારીઓએ વધુ વિસ્ફોટકો નથી તેની ખાતરી કરવા માટે ભંગાર વિણનારની બેગ અને આસપાસના વિસ્તારની તપાસ કરી હતી. તપાસ બાદ ટુકડીએ વિસ્તારને ખતરાથી બહાર જાહેર કર્યો હતો.