નેશનલ

‘વન નેશન વન ઇલેક્શન’ 2029 પહેલા લાગુ કરવું અશક્ય: લો કમિશન

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ને લઈને લાંબા સમયથી દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિમાં કાયદા પંચે તમામ સભ્યોને જણાવ્યું છે કે હાલની ચૂંટણીમાં નહિ પરંતુ 2029ની ચૂંટણીમાં કદાચ આ નિયમ લાગુ કરી શકાશે.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદ, કાયદા પંચના અધ્યક્ષ ઋતુરાજ અવસ્થી પણ મુખ્ય સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કાયદા પંચ દ્વારા સમિતિ સમક્ષ સંપૂર્ણ રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે મળેલી બેઠકમાં કાયદા પંચે સમિતિ સભ્યોને જણાવ્યું હતું કે જો દેશમાં ‘વન નેશન વન ઈલેક્શન’ લાગુ કરવું હોય તો કાયદા અને બંધારણમાં કયા ફેરફારો કરવા પડશે. કાયદા પંચે સમિતિને એમ પણ કહ્યું હતું કે હાલની આગામી 2024ની ચૂંટણીમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવું શક્ય નથી પરંતુ તેને કદાચ 2029માં લાગુ કરી શકાશે. પરંતુ તે પહેલા બંધારણમાં સુધારો કરવો પડશે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ હેઠળ કેન્દ્ર સરકાર લોકભા, રાજ્યસભા, નગર નિગમ અને પંચાયતોની ચૂંટણીઓ એક જ વખતમાં યોજવાનું વિચારી રહી છે. આ માટે 8 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. કમિટી તમામ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરીને પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. જો આ નિયમ લાગુ થાય તો કે મોદી સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માસ્ટર સ્ટ્રોક બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker