વન નેશન, વન ઈલેક્શન બંધારણના માળખા વિરુદ્ધ: ખડગે | મુંબઈ સમાચાર
નેશનલ

વન નેશન, વન ઈલેક્શન બંધારણના માળખા વિરુદ્ધ: ખડગે

નવી દિલ્હી: દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના બિનલોકશાહી વિચારનો કૉંગ્રેસે શુક્રવારે સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ વિચાર સ્વાયત્ત્ાતા અને બંધારણના મૂળ માળખા વિરુદ્ધ છે.
કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ વિચાર ત્યજી દેવાની તેમ જ વન નેશન. વન ઈલેક્શનના વિચારનો અભ્યાસ કરવા રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમિતિને બરખાસ્ત કરવાની માગણી કરી હતી.

વન નેશન, વન ઈલેક્શન અંગેની કમિટીના સેક્રેટરીને લખેલા પત્રમાં તેમણે કમિટીનું અધ્યક્ષપદ સંભાળી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વન નેશન, વન ઈલેક્શનના વિચારને સ્વીકૃતિ ન આપવાની તેમ જ કેન્દ્ર સરકારને દેશના બંધારણ અને સંસદીય લોકશાહીનો દુરુપયોગ ન કરવા દેવા વિનંતી કરી હતી.

ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ (આઈએનસી) વન નેશન, વન ઈલેક્શનનો સખત વિરોધ કરે છે અને દેશમાં તંદુરસ્ત લોકશાહી જળવાઈ રહે તે માટે આ વિચાર ત્યજી દેવાની તેમ જ વન નેશન. વન ઈલેક્શનના વિચારનો અભ્યાસ કરવા રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમિતિને બરખાસ્ત કરવાની માગણી કરી હતી.

વન નેશન, વન ઈલેક્શનના વિચારને કમિટી ધ્યાન પર લઈ શકે તે માટે એ અંગે લોકોના વિચાર અને મંતવ્યો મગાવતા ૧૮ ઑક્ટોબરના પત્રના પ્રતિભાવમાં કૉંગ્રેસે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
કૉંગ્રેસનું માનવું છે કે કમિટીએ વન નેશન, વન ઈલેક્શનના વિચારને મંજૂરી આપવા મન બનાવી લીધું છે અને લોકોના અભિપ્રાય મગાવી ચર્ચાવિચારણા કરવાની વાત લોકોની આંખમાં ધૂળ નાખવા બરાબર છે, એમ તેમણે કહ્યું હતું.

વિપક્ષના યોગ્ય પ્રતિનિધિત્વ વિનાની આ કમિટીનું વલણ પૂર્વગ્રહયુક્ત હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button