તેજસ્વી યાદવના વિધાનસભા ક્ષેત્રમાં બ્રિજ તૂટી પડ્યો
બિહારમાં પુલ તૂટી પડવાનો સિલસિલો અટક્યો નથી. સતત પુલો તૂટી રહ્યા છે, જેને કારણે સરકારની વિશ્વસનીયતા પણ શંકાના દાયરામાં આવી ગઇ છે.
બિહારના વૈશાલી જિલ્લાના રાઘોપુર વિધાનસભા ક્ષેત્રમાં, ગંગા નદીમાં પાણી વધવાને કારણે એક પુલ તૂટી પડ્યો છે. શુક્રવારે રાતે 11 વાગ્યાની આસપાસ આ બ્રિજ તૂટી પડ્યો હતો. પુલ ધરાશાયી થવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી અંદાજે 20,000 લોકો પ્રભાવિત થયા છે.
બ્લોક હેડક્વાર્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ જર્જરિત પુલ સરકારી શાળા પાસે બનાવવામાં આવ્યો હતો. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવના વિધાનસભા ક્ષેત્રમાં રાઘોપુર આવે છે. આ પુલ ધરાશાયી થવાને કારણે લગભગ 20 હજારની વસતી ધરાવતા રાઘોપુરના ગામના લોકોનો લોકોનો મુખ્ય માર્ગ સાથે સંપર્ક તૂટી ગયો છે. ગંગાના જોરદાર પ્રવાહને કારણે E જર્જરિત બ્રિજ તૂટી પડ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પુલ ધરાશાયી થવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર કિલોમીટરની અંદર બે પુલનું બાંધકામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે પડી ગયેલા પુલની જગ્યાએ પુલ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે, બાંધકામ હજુ શરૂ થયું ન હતું. પુલ જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરાવી દેવામાં આવી હતી અને માત્ર સાઈકલ, મોટરસાઈકલ અને પગપાળા લોકોની અવરજવર ચાલુ રહેવા દેવામાં હતી.
આ પુલ તૂટી પડવાને કારણે લોકો પૂરના પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
Also Read –