ભૂકંપ બાદ એક લાખ અફઘાન બાળકોને સહાયની જરૂર છે: યુનિસેફ
ઈસ્લામાબાદ: દેશના પશ્ચિમમાં ધરતીકંપના ત્રણ મહિના પછી અફઘાનિસ્તાનમાં લગભગ એક લાખ બાળકને સહાયની સખત જરૂર હોવાની માહિતી યુનિસેફે સોમવારે આપી હતી.
યુનિસેફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાત ઑક્ટોબરે હેરાત પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના દિવસો પછી, ઑક્ટોબર 11ના રોજ બીજો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેમાં 1,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
ઝિંદા જાન અને ઇન્જીલ જિલ્લામાં આવેલા ભૂકંપમાં મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા અને 21,000 ઘરો ધરાશાયી થયા હતા.
અફઘાનિસ્તાનમાં યુનિસેફના પ્રતિનિધિ ફ્રાન ઇક્વિઝાએ જણાવ્યું હતું કે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ધરતીકંપના 100 દિવસ પછી પણ આ ગામડાઓમાં વાતાવરણ વેદનાથી ઘેરાયેલું છે જ્યા અનેક પરિવારોએ સંપૂર્ણપણે બધું ગુમાવ્યું હતું.
બાળકો હજી પણ નુકસાન અને આઘાતનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો, જેના પર બાળકો આધાર રાખે છે, તે અત્યંત ક્ષતિગ્રસ્ત છે અથવા સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
જાણે કે આ પૂરતું ન હોય તેમ, શિયાળો જામ્યો છે અને તાપમાન ઝીરો કરતાં નીચે છે. ઇક્વિઝાએ કહ્યું કે બાળકો અને ઘરો વિનાના પરિવારો રાત્રિના સમયે જીવન માટે જોખમી સ્થિતિમાં જીવે છે, તેમના અસ્થાયી આશ્રયસ્થાનોને ગરમ કરવાના કોઈ સાધન નથી.
યુનિસેફે જણાવ્યું હતું કે તેને 2024માં 19.4 મિલિયન અફઘાન, વસ્તીના અડધા લોકોની માનવતાવાદી અને મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે તાકીદે 1.4 અબજ ડોલરની જરૂર છે.
જાહેર સેવાઓમાં રોકાણ કરવામાં તાલિબાનની નિષ્ફળતાએ પાયાની સેવાઓના અભાવમાં ફાળો આપ્યો છે, જે આંચકામાંથી બહાર આવવા અને સ્થિતિસ્થાપકતા બનાવવાની સંવેદનશીલ સમુદાયોની ક્ષમતાને અવરોધે છે. ઉ