ચાલુ ટ્રેનમાં બેસવા બાબતે બબાલમાં એકની હત્યા; બે પર સળિયાથી હુમલો
નીહાલગઢ: ઉત્તર પ્રદેશમાં જમ્મુથી વારાણસી આવી રહેલી બેગમપુરા એક્સપ્રેસમાં બેસવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે પહેલા બોલાચાલી આને બાદમાં મારામારી થઈ હતી. તેમાં એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હુમલામાં તેના બે સાચા ભાઈઓ ઘાયલ થયા હતા. એકની લખનઉ તો અન્યની જગદીશપુરમાં સારવાર ચાલી રહી છે. ચાલતી ટ્રેનના ખૂની ખેલના સમાચારોથી પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બેસવા બાબતે બબાલ
24 વર્ષીય તૌહીદ પંજાબના અંબાલાથી બેગમપુરા એક્સપ્રેસમાં ઘરે પરત ફરી રહ્યો હતો. ટ્રેન ગુરુવારે વહેલી સવારે લખનૌ પહોંચી ત્યારે અહીંથી કેટલાક યુવકો જનરલ કોચમાં પણ ચડયા હતા. સીટ પર બેસવા બાબતે તૌહીદને તે યુવકો સાથે ઝઘડો થયો હતો. જે બાદ તૌહીદે તેના ભાઈઓને સ્ટેશન પર બોલાવ્યા. તેના બંને ભાઈ નિહાલગઢ સ્ટેશન પર પહોંચ્યા ત્યા તૌહીદને ચાકુ મારીને જતાં રહ્યા હતા. તૌહીદ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે બંને ભાઈઓ પહોંચ્યા ત્યારે તેમના પર પણ સ્ટીલના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો.
એકનું મોત-બે ઘાયલ
હુમલાથી ત્રણેય ભાઈઓ બચવા માટે બહાર દોડી ગયા હતા. અમુક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી ત્યાં સુધીમાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને હુમલો કરનારા પણ તેમાં બેસીને ચાલ્યા ગયા હતા. પોલીસ ત્રણેય ભાઈઓને જગદીશપુર સીએચસીમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ તૌહીદને મૃત જાહેર કર્યો હતો. જેમાંથી એક ભાઈની હાલત ગંભીર લાગતાં લખનૌ ખસેડવામાં આવ્યો હતો. અન્ય એક ભાઈની જગદીશપુરમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો :ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો, ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો
એસપીએ કર્યું સ્થળ નિરીક્ષણ
ત્યારબાદ આગળના સ્ટેશનોને પણ વાયરલેસ દ્વારા ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. સુલતાનપુરથી વારાણસી સુધી એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સુલતાનપુરથી ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં અમેઠીના એસપી અનુપ સિંહ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની હાલત જાણી હતી અને ઘટનાની માહિતી મેળવી હતી. તેઓ રેલવે સ્ટેશન નિહાલગઢ જઈને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.