નેશનલ

23 સપ્ટેમ્બરે મોદી સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 23 સપ્ટેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્રમાં ચાર કલાક વિતાવશે અને જનસભાને સંબોધવાની સાથે રાજ્ય અને કાશીને લગભગ 1600 કરોડ રૂપિયાની ભેટ પણ આપશે. તેમાં મુખ્યત્વે રૂ. 400 કરોડના ખર્ચે પ્રસ્તાવિત ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ અને વારાણસી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આશરે રૂ. 1200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 16 અટલ રેસિડેન્શિયલ સ્કૂલોના ઉદ્ઘાટન કાર્યક્રમનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન મોદી ગંજારીમાં બની રહેલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના શિલાન્યાસ બાદ એક જનસભાને પણ સંબોધિત કરશે. જનસભા પહેલા પીએમ મોદી અટલ રેસિડેન્શિયલ સ્કૂલના બાળકો સાથે વાતચીત પણ કરશે. આ સ્કૂલ 12 એકરમાં બનાવવામાં આવી છે. આ સ્કૂલમાં હૉસ્ટેલ સહિત અનેક સુવિધાઓ છે. સ્કૂલ બનાવવા માટે 66.54 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પછી પીએમ મોદી કલ્ચર ફેસ્ટિવલના વિજેતાઓને મળશે અને વાત કરશે. જાહેર સભા પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

નોંધનીય છે કે ગંજરીમાં પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આશરે રૂ. 400 કરોડનો ખર્ચ થશે. આ સ્ટેડિયમમાં 30,000 લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેડિયમનું નિર્માણ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય આગામી 30 મહિનામાં પૂર્ણ થશે તેમ કહેવાય છે.

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. પીએમ મોદીના શાસનકાળમાં વારાણસીનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે અહીં મોટા પાયે પ્રવાસીઓ આવવા લાગ્યા છે, જેના કારણે આ વિસ્તારના લોકોની આવકમાં પણ વધારો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button