હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે અને 17મી સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના દિવસે ગણેશોત્સવ સંપન્ન થશે. આમ તો દર વર્ષે ગણેશ ચતુર્થી ખાસ જ હોય છે પરંતુ આ વખતે ગણેશ ચતુર્થી વધુ ખાસ બનવા જઈ રહી છે કારણ કે આ દિવસે 100 વર્ષ બાદ એક સાથે અનેક શુભ સંયોગ બનવા જઈ રહ્યા છે. જેને કારણે અમુક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે.
મુંબઈના પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવી યોગ, બ્રહ્મ યોગ અને ઇન્દ્ર યોગ એક સાથે બની રહ્યા છે. આ ઉપરાંત આ વખતે બાપ્પાની પૂજા ચિત્રા કે સ્વાતિ નક્ષત્રમાં કરવામાં આવશે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ રાશિના જાતકો પણ ગણેશ ચતુર્થીથી બાપ્પાની કૃપા વરસશે…
આ રાશિના જાતકો માટે આ વખતની ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ રહેશે. વેપાર કરી રહેલા લોકોને લાભ થઈ રહ્યો છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે એકદમ અનુકૂળ સમય છે, બાપ્પાના આશીર્વાદ મળશે. જે પણ કામ હાથમાં લેશો એમાં સફળતા મળી રહી છે. અટકી પડેલા કામ પૂરાં થઈ રહ્યા છે.
કર્કઃ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી નીવડશે. એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થતાં તમારી ખુશીઓનો પાર નહીં રહે. આકસ્મિક ધનલાભ થશે. વેપારમાં એક પછી એક સફળતાઓ મળશે. સમાજમાં આ રાશિના જાતકોના માન સન્માનમાં વૃદ્ધિ થશે.
કનાયા રાશિના જાતકો પર પણ ગણેશ ચતુર્થી પર બની રહેલા દુર્લભ યોગને કારણે ફાયદો થશે. ભાગ્યનો પૂરેપૂરો લાભ રહ્યો છે. કામના સ્થળે કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી મુક્તિ મળી રહી છે. રોકાણ માટે બેસ્ટ સમય છે.