22મીએ ‘દીદી’ની સદભાવના રેલી, મંદિર-મસ્જિદ સહિત ચર્ચ ગુરુદ્વારાના કરશે દર્શન

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ (CM Mamata Banerjee) 22 જાન્યુઆરીના તેમના કાર્યક્રમની જાહેરાત કરી છે. એક તરફ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ‘સદભાવના માટે રેલી’ (Communal Harmony Rally) કરશે. મુખ્ય પ્રધાનની આ રેલીમાં તમામ ધર્મના લોકો ભાગ લેશે.
પોતાના કાર્યક્રમ વિશે જણાવે છે કે સદભાવના રેલી દક્ષિણ કોલકાતાના હઝરા ક્રોસિંગથી શરૂ થશે. પ્રથમ તે કાલીઘાટ મંદિરમાં કાલી માતાની પૂજા કરશે. આ પછી તે તમામ ધર્મના લોકો સાથે ‘સદભાવ રેલી’ કાઢશે. C M મમતાએ એમ પણ કહ્યું કે તેને અન્ય કોઈ કાર્યક્રમ સાથે કોઈ લેવાદેવા નથી. જો કે આ સદભાવના રેલીને મમતા બેનર્જીનો પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ માનવમાં આવી રહ્યો છે. પત્રકારોને સંબોધતા તેને જણાવ્યુ હતું કે રેલીનું આયોજન તૃણમૂલ કોંગ્રેસ કરશે.
મમતા બેનર્જી એ વિપક્ષી નેતાઓમાં સામેલ છે જેઓ રામ મંદિરના પ્રસંગના આમંત્રણનો વિરોધ કરી રહ્યા હોવાનું કહેવાય છે. સીએમ મમતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પૂજારીઓનું કામ છે. બીજાને જીવન આપવું એ આપણું કામ નથી. આ સંતોનું કામ છે. અમારું કામ પાયાની સુવિધાઓને મજબૂત કરવાનું છે.
તેમણે તેમની પાર્ટી કાર્યકર્તાઓને પણ અપીલ કરી છે કે તેઓ તમામ જિલ્લાઓમાં સદભાવના રેલીઓનું આયોજન કરે, જેમાં તમામ ધર્મના લોકો ભાગ લે. મમતા બેનર્જીએ કહ્યું કે તેમની રેલી તમામ ધર્મના ધાર્મિક સ્થળો પાસેથી પસાર થશે. આ રેલીનું સમાપન પાર્ક સર્કસ મેદાન પર થશે અને તે પહેલા રેલી મસ્જિદ, મંદિર, ચર્ચ અને ગુરુદ્વારાઓમાંથી પસાર થશે.