નેશનલ

રસી લીધી હોવા છતાં કોરોનાના આ વોરિયન્ટથી બચવું મુશ્કેલ

2020ની શરૂઆતમા આવેલા કોરોના વાઇરસે આખી દુનિયાને એકદમ જ સ્ટોપ કરી દીધી હતી ભાગ્યો જ કોઈ પરિવાર હશે જે કોરોનાથી બચી શક્યો હશે. કોરોનામાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા હતા.

જો કે આદ સુધીમાં એવું જ કહેવામાં આવી રહ્યું છે કે ચીને જાણી જોઈને કોરોના વાઇરસ ફેલાવ્યો હતો જો કે એ હક્કીકત છે કે અફવા એ હવે ચીન જ જાણે પરંતુ કોરોના આવ્યો ત્યારથી તેના ઘણા નવા નવા વોરિઅન્ટ આવી ગયા છે. ત્યારે હમણાં શોધાયેલા કોરોનાના નવા વોરિઅન્ટનું નામ JN.1 રાખવામાં આવ્યું છે અને તેના કેસ લક્ઝમબર્ગ, ઈંગ્લેન્ડ, આઈસલેન્ડ, ફ્રાન્સ અને અમેરિકામાં કરવામાં મળી આવ્યા છે.

જો કે સારી બાબત એ છે કે અત્યાર સુધી ભારતમાં આ વેરિઅન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી. પરંતુ જે રીતે તે અત્યંત ચેપી હોવાનું કહેવાય છે તે પણ એક ચિંતાનું કારણ છે.

આ નવો વોરિઅન્ટ કોવિડના અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે JN.1 બીજા અન્ય વોરિઅન્ટ કરતા અલગ છે. જો આપણે કોરોનાનો આ વોરિઅન્ટ અત્યંત ચેપી હોવા ઉપરાંત તેની પર રસી પણ અસરકારક નથી. કેટલાક ડેટા અનુસાર JN.1 માં 41 પ્રકારના પરિવર્તનને નોંધાયા છે જેને કારણે રસીઓ પણ ઓછી અસરકારક નીવડે છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં વિશ્વભરમાં કોરોનાના 77 કરોડ કેસ નોંધાયા છે. આ 77 કરોડ કેસમાં 69 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વાઇરસને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે વિવિધ રસીઓ પર કામ કરવામાં આવ્યું હતું. હાલમાં કોવિશિલ્ડ અને સ્પુટનિક સ્વદેશી કોવેક્સિન ભારતમાં ઉપલબ્ધ છે.


આ રસીઓએ કરોડો લોકોને કોરોનાનાથી સુરક્ષિત રાખવામાં મદદ કરી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2020-21માં કોરોના તેની ટોચ પર હતો. જો કે 2020 થી આજ સુધી કોરોના વાઇરસમાં ઘણા મ્યુટેશન થયા છે. પરંતુ JN.1માં જે રીતે પરિવર્તન થયું છે તે અત્યંત જોખમી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button