નેશનલ

મતગણતરી પહેલા Omar Abdullah આ ક્યા જતા રહ્યા? X પર સેલ્ફી પોસ્ટ કરી કહી આ વાત

શ્રીનગર: આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir Election)માટે મત ગણતરી થઇ રહી છે, શરૂઆતમાં વલણોમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે. દરેક ઉમેદવરો પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે, નેશનલ કોન્ફરન્સના વાઇસ પ્રેસિડેન્ટ ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) આજે સવારે શ્રીનગર રનીંગ માટે નીકળી ગયા હતાં, તેમણે 7કિમીનો દોડ પૂરી કરી હતી.

ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ખીણની રમણીય જગ્યાએથી સેલ્ફી શેર કરીને લખ્યું કે, “મત ગણતરીના દિવસે 7K પૂર્ણ. ગત વખતે દોડ સારી રીતે સમાપ્ત થઈ ન હતી. ઇન્શા અલ્લાહ આ આ વખતે વધુ સારું રહે.”

54 વર્ષીય અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ઓમર અબ્દુલ્લાએ પણ મતગણતરી શરૂ થાય તે પહેલા તેમના પક્ષના સાથીદારો અને સહયોગીઓને સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

પરિણામો વિશે કેટલા ચિંતિત છે એ બતાવવા માટે સોમવારની સાંજે ઓમાર અબ્દુલ્લાએ એક રમુજી મીમ શેર કર્યું હતું. તેમણે કહ્યું કે “કાલે આ સમય સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે. હવે જો હું સૂઈ શકું અને 24 કલાક પછી જાગી શકું તો કેટલું સારું.”

ઓમર અબ્દુલ્લાએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે સંભવિત જોડાણ અંગેની અટકળોને ફગાવી દીધી. તેમના પિતા અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ સંકેત આપ્યા હતા કે પાર્ટી જરૂર પડ્યે પીડીપીના સમર્થન પર વિચાર કરી શકે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button