નેશનલ

મુખ્યપ્રધાન બન્યા બાદ ઓમર અબ્દુલ્લાએ આ બેઠક પરથી કરી રાજીનામાની જાહેરાત!

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને 90 બેઠકો વીજય મેળવીને પોતાની સરકાર બનાવી છે. મુખ્ય પ્રધાન બનેલા ઓમર અબ્દુલ્લાએ આ ચૂંટણીમાં બે વિધાનસભા બેઠકો – બડગામ અને ગાંદરબલ પરથી ચૂંટણી લડી હતી. તેઓ બંને બેઠકો પરથી જીત્યા હતા. ચૂંટણી જીત્યા બાદ ઓમર અબ્દુલ્લાએ સીએમ પદના શપથ લીધા છે અને એ પણ નક્કી કરી લીધું છે કે તેઓ કઈ સીટ પરથી રાજીનામું આપશે.

પોતાનો ગઢ જ જાળવશે અબ્દુલ્લા:
જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ બડગામ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેઓ ગાંદરબલ વિધાનસભા સીટથી ધારાસભ્ય રહેશે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંદરબલ વિધાનસભા બેઠક નેશનલ કોન્ફરન્સ અને અબ્દુલ્લા પરિવારનો ગઢ માનવામાં આવે છે. આ કારણસર ઓમર અબ્દુલ્લાએ આ સીટ પર ધારાસભ્ય રહેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :54 વર્ષીય ઓમર અબ્દુલ્લાએ હાફ મેરાથોન પૂરી કરી આપ્યો આવો સંદેશ, સુનીલ શેટ્ટી પણ રહ્યા હાજર…

બડગામ વિધાનસભા બેઠક ખાલી કરશે:
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ 54 વર્ષની વયે બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. ઉલ્લેખનીય છે કે 2009થી 2014 સુધી મુખ્ય પ્રધાન રહીને ઓમર અબ્દુલ્લા ગાંદરબલ બેઠકથી ધારાસભ્ય હતા. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર મુબારક ગુલે સોમવારે માહિતી આપી હતી કે ઓમર અબ્દુલ્લાએ બડગામ વિધાનસભા સીટ ખાલી કરી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker