દાલ લેકના કિનારે આશાઓની મેરેથોન, સીએમ ઓમાર બે કલાકમાં 21 કિમી દોડ્યા
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પ્રથમ વખત કાશ્મીર ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 2,000 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોનને મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ પોલો ગ્રાઉન્ડ પરથી ફ્લેગ ઓફ આપ્યો હતો. આ ઇવેન્ટમાં અનેક આક્રષક ઇનામો રાખવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કાશ્મીરને શાંતિપૂર્ણ સ્થળ તરીકે દર્શાવવાનો હતો જે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા સક્ષમ છે. આ ઇવેન્ટમાં ભારતના ટોચના લાંબા અંતરના દોડવીરો, એશિયન સુવર્ણ ચંદ્રક વિજેતાઓ અને યુરોપ અને આફ્રિકાના કેટલાક શ્રેષ્ઠ દોડવીરોએ ભાગ લીધો હતો.
| Also Read: Jammu Kashmirના બારામુલ્લા અને ઉરીમાં સેનાનું મોટું ઓપરેશન, આતંકીઓએ ગોળીબાર કર્યો, ઓપરેશન ચાલુ
આ મેરેથોનમાં 13 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 2,000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાશ્મીર ખીણમાં આયોજિત આ પ્રથમ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક ઇવેન્ટ હતી. સીએમ ઓમારે પણ કોઇ પ્રેક્ટિસ કે પ્રશિક્ષણ વિના આ મેરેથોનમાં ભાગ લીધો હતો અને હાફ મેરેથોન (21 કિમી) પૂરી કરી હતી.
ભારતીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને દોડવીરોએ કાશ્મીરના આતિથ્યની પ્રશંસા કરી હતી. પ્રથમ વખત ભાગ લેનાર ડેનિશ એથ્લેટે શ્રીનગરની સુંદરતા અને લોકોની હૂંફ અને આગતાસ્વાગતા માટે કાશ્મીરની પ્રશંસા કરી હતી. મુખ્ય પ્રધાન અબ્દુલ્લાએ બાદમાં ટ્વીટ કર્યું હતું કે, તેમણે કોઈપણ યોગ્ય તાલીમ અથવા યોજના વિના દોડમાં ભાગ લીધો હતો અને પ્રતિ કિલોમીટર સરેરાશ 5.54 મિનિટની ઝડપે હાફ-મેરેથોન પૂર્ણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “મેં મારા જીવનમાં ક્યારેય 13 કિમીથી વધુ દોડ નથી કરી અને તે પણ માત્ર એક જ વાર. આજે હું મારા જેવા અન્ય કલાપ્રેમી દોડવીરોના ઉત્સાહથી પ્રેરિત થઈને દોડવા ગયો હતો. મેં કોઈ યોગ્ય તાલીમ નથી લીધી કે મારો, કોઈ રનિંગ પ્લાન નહોતો. રસ્તામાં મેં માત્ર એક કેળું અને બે ખજૂર ખાધા હતા. મારા પરિવારના અન્ય લોકો મને સાથ આપવા માટે બહાર દોડી રહ્યા હતા. “
| Also Read: ભારત કેનેડામાં ‘ક્રિમીનલ નેટવર્ક’ ચલાવી રહ્યું છે! કેનેડાના ટોચના પોલીસ અધિકારીનો મોટો દાવો
આ પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, આ મેરેથોનનો ભાગ બનીને હું ખૂબ જ ખુશ છું, આ મારા માટે ગર્વની વાત છે. રાજ્ય સરકારનું માનવું છે કે આ મેરેથોન કાશ્મીરના પ્રવાસન અને સ્થાનિક વ્યવસાયોને નવી ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આયોજકોનું માનવું છે કે રેસમાં ભાગ લેનાર એથ્લેટ્સ કાશ્મીરના બ્રાન્ડ એમ્બેસેડર બનશે અને તેની સુંદરતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવશે.