EVM મુદ્દે ઓમર અબ્દુલ્લાના સૂર બદલાયાઃ કોંગ્રેસને આપી મોટી સલાહ…

શ્રીનગર : દેશમાં હાલમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચુંટણીમાં હારનું ઠીકરું કોંગ્રેસે ઈવીએમ પર ફોડ્યું હતું. ત્યારે હવે જમ્મુ કાશ્મીરના સીએમ અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના(Omar Abdullah)ઈવીએમ મુદ્દે સુર બદલાયા છે. તેમજ તેમણે ઈવીએમ પણ સવાલ ઉઠાવનાર કોંગ્રેસને વણમાંગી સલાહ પણ આપી છે. તેમણે એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈવીએમ પર આક્ષેપ કરવાનું છોડો અને પરિણામોને સ્વીકારો.
આ પણ વાંચો : Bangaladesh માં શેખ હસીના પર લાગ્યો લોકોને જબરજસ્તી ગાયબ કરવાનો આરોપ, જાણો સમગ્ર મામલો…
બેવડા ધોરણો અપનાવે છે
જમ્મુ અને કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે ઈવીએમ પર કોંગ્રેસ પક્ષની ટીકાને નકારી કાઢી હતી. તેમજ કહ્યું હતું કે ચૂંટણીમાં જીતની વાત આવે ત્યારે તે બેવડા ધોરણો અપનાવે છે. જ્યારે તેઓ હારે છે ત્યારે ઈવીએમને દોષી ઠેરવવામાં આવે છે.
સિદ્ધાંતોના આધારે નિવેદન કર્યું
ઓમર અબ્દુલ્લાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, જ્યારે તમે એક જ ઈવીએમથી જીતીને સંસદમાં સોથી વધુ સભ્યો આવે છે. તમે તેને તમારી પાર્ટીની જીત તરીકે ઉજવો છો, તો તમે થોડા મહિનાઓ પછી ફરીને આ વાત કહી શકતા નથી. તમને આ
ઈવીએમ પસંદ નથી, કારણ કે હવે ચૂંટણીના પરિણામો જોઈએ તે રીતે નથી આવી રહ્યા.જયારે પૂછવામાં આવ્યું કે તેઓ ભાજપના પ્રવક્તા તરીકે બોલી રહ્યા છે ત્યારે અબ્દુલ્લાએ કહ્યું, જે સત્ય છે તે સત્ય છે. તેમણે કહ્યું કે તેઓ ગઠબંધન સાથી પ્રત્યેની વફાદારીના લીધે નહી પરંતુ સિદ્ધાંતોના આધારે બોલે છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ મહાન પ્રોજેકટ
ઓમર અબ્દુલ્લાએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ જેવા માળખાકીય વિકાસની પ્રશંસા કરી અને કહ્યું મને લાગે છે કે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ખૂબ જ સારી બાબત છે. હું માનું છું કે નવી સંસદ ભવનનું નિર્માણ એક મહાન વિચાર હતો. અમને સંસદની નવી ઇમારતની જરૂર હતી, જૂની ઇમારત તેની ઉપયોગિતા ગુમાવી ચૂકી છે.
આ પણ વાંચો : નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ખેલાશે ત્રિપાંખીયો જંગ, Arvind Kejriwal વિરુદ્ધ આ બે નેતા મેદાનમાં
વિશ્વાસ ન હોય તો તેમણે ચૂંટણી ન લડવી જોઈએ
તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે સામાન્ય રીતે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ ઈવીએમ પર ફોકસ કરીને ખોટો રસ્તો અપનાવી રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે ઈવીએમની વિશ્વસનીયતા અને ચૂંટણી પરિણામો પર શંકા વ્યક્ત કરી હતી. ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવાની વાત કરી હતી. તેના પર તેમણે કહ્યું કે જો પાર્ટીઓને વોટિંગ સિસ્ટમમાં વિશ્વાસ ન હોય તો તેમણે ચૂંટણી ન લડવી જોઈએ. તેમણે કહ્યું, જો તમને ઈવીએમમાં કોઈ સમસ્યા છે તો તે અંગે પણ વલણ એકસમાન રહેવું જોઈએ.