નેશનલ

સ્પીકર બનતા જ AAP સાંસદના સવાલ પર નારાજ થયા OM Birla,કહ્યું કાયદો વાંચો …

નવી દિલ્હી : ઓમ બિરલાને(OM Birla)લોકસભા સ્પીકર બનવા પર અભિનંદન આપતાં આમ આદમી પાર્ટી (AAP)એ અનેક સવાલો ઉઠાવ્યા હતા. પંજાબના હોશિયારપુરથી આપ (AAP)ના સાંસદ ડૉ.રાજ કુમાર ચબ્બેવાલે સંસદમાં કહ્યું કે જો ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવ્યું હોત તો સ્પીકર પદ માટે ચૂંટણીની જરૂર ન પડી હોત.

તો લોકસભા સ્પીકર માટે ચૂંટણી ના યોજાઇ હોત

ડૉ. રાજ કુમાર ચબ્બેવાલે લોકસભામાં કહ્યું, “લોકોએ ચૂંટીને મજબૂત વિપક્ષને મોકલ્યો. અમે અહીં બાબા સાહેબના કારણે છીએ. બાબા સાહેબના કારણે મને લોકોનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. જો ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવ્યું હોત તો લોકસભા સ્પીકર માટે ચૂંટણી ના યોજાઇ હોત. લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી સર્વસંમતિથી યોજાઇ હોત.

શું કહ્યું ઓમ બિરલાએ?

ડૉ.રાજ કુમાર ચબ્બેવાલના સવાલ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે તમે બેસો. ડેપ્યુટી સ્પીકર ક્યારે ચૂંટાય છે તે વિશે કાયદામાં વાંચો.

વાસ્તવમાં, કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ કહ્યું હતું કે અમે લોકસભા અધ્યક્ષ પદ માટે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને સમર્થન આપવા માટે તૈયાર છીએ, પરંતુ અમારી શરત એ છે કે અમને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ.

રાહુલ ગાંધી અને શરદ પવારે શું કહ્યું?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે તેઓ NDA ના લોકસભા ઉમેદવારને ત્યારે જ સમર્થન આપશે જ્યારે સરકાર વિપક્ષને લોકસભા ડેપ્યુટી સ્પીકરનું પદ આપવા માટે સંમત થશે.એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે તેમણે ઇન્ડી ગઠબંધનમાં તેમના સાથી પક્ષોને સલાહ આપી છે કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી બિનહરીફ થવી જોઈએ. પરંતુ સંસદીય પરંપરા મુજબ વિપક્ષને પણ ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ.

Also Read –

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker