Viral Video : કાચો રસ્તો, ખુલ્લા પગે… વૃદ્ધ મહિલા પેન્શન મેળવવા ઢસડાતા પહોંચી પંચાયત ઓફિસ
કેઓંઝર: ઓડિશામાં એક વૃદ્ધ મહિલાએ પેન્શન મેળવવા માટે કરવા પડેલા સંઘર્ષ અને વહીવટી અસંવેદનશીલતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શનિવારે ઓડિશાના કેઓંઝરના ટેલકોઈ બ્લોકમાં એક 80 વર્ષીય મહિલાને પેન્શન લેવા માટે 2 કિલોમીટર સુધી કાચા રસ્તા પર ઢસડાતા રાયસુઆન ગ્રામ પંચાયત ઓફિસ પહોંચવું પડ્યું હતું. જેમાં વૃદ્ધ મહિલા પથુરી દેહુરી વૃદ્ધાવસ્થા અને બીમારીના કારણે બરાબર ચાલી શકતી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(Viral Video)થઈ રહ્યો છે.
પેન્શનના નાંણાથી જ ઘરનો ખર્ચ ચાલે છે
મીડિયા અહેવાલ અનુસાર સરકારે નિર્દેશ આપ્યો હતો કે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકોને તેમના ઘરે પેન્શન પહોંચાડવામાં આવશે. તેમ છતાં આ વૃદ્ધ મહિલાને પેન્શન લેવા માટે પંચાયત ઓફિસ જવું પડ્યું. મહિલાએ જણાવ્યું કે આ પેન્શનના નાંણાથી જ ઘરનો ખર્ચ ચાલે છે. વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે પંચાયત વિસ્તરણ અધિકારીએ મને પેન્શન લેવા માટે ઓફિસ જવાનું કહ્યું હતું.
બે કિલોમીટર સુધી ઢસડાયા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી
80 વર્ષની મહિલાએ કહ્યું કે અમે પેન્શનની રાહ જોઈ રહી હતી. જ્યારે પેન્શન આપવા ઘરે કોઈ ન આવ્યું ત્યારે મારી પાસે પંચાયત કચેરીએ પહોંચવા માટે બે કિલોમીટર દૂર જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. રાયસુઆન સરપંચ બગન ચંપિયાએ કહ્યું કે પથુરીના કેસ વિશે જાણ્યા પછી તેમણે પીઈઓ અને પુરવઠા સહાયકને આગામી મહિનાથી તેમના ઘરે ભથ્થું અને રાશન આપવા સૂચના આપી છે. તેલકોઇ બીડીઓ ગીતા મુર્મુએ કહ્યું કે અમે પીઈઓને સૂચના આપી છે કે જેઓ ગ્રામ પંચાયત ઓફિસ આવી શકતા તેમને ઘરે ભથ્થું આપવા સૂચના આપેલી છે.
આવો જ એક કિસ્સો અગાઉ ઓડિશામાં સામે આવ્યો હતો
ઓડિશામાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગયા વર્ષે એક વૃદ્ધ મહિલા પોતાનું પેન્શન લેવા માટે કાળઝાળ ગરમીમાં તૂટેલી ખુરશીનો સહારો લઈને બેંકમાં ગઈ હતી. આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે કહ્યું હતું કે બેંકરોએ થોડી માનવતા બતાવવી જોઈએ.
Also Read –