નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોંઘવારી ભથ્થું (DA) સંબંધિત જૂની પેન્શન યોજના (OPS) વિશે જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજનાના અમલીકરણથી રાજ્યોના નાણાં પર ઘણું દબાણ આવશે અને વિકાસ સંબંધિત ખર્ચ પર કાપ મૂકવો પડશે.
રિઝર્વ બેંક દ્વારા રાજ્યોની નાણાકીય બાબતો 2023-24ના બજેટનો અભ્યાસ પર બહાર પાડવામાં આવેલા અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સમાજ અને ગ્રાહકો માટે હાનિકારક સામાન અને સેવાઓ, સબસિડી અને ટ્રાન્સફર અને ગેરંટીની જોગવાઈઓ તેમની નાણાકીય સ્થિતિને વધુ ખરાબ કરશે.
નોંધનીય છે કે રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની સરકારોએ કેન્દ્ર સરકાર અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ને તેમના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાના નિર્ણય વિશે જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે સંસદને જણાવ્યું હતું કે રાજ્ય સરકારોએ જૂની પેન્શન યોજના ચાલુ રાખવી જોઈએ.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જૂની પેન્શન યોજના હેઠળ આવતા નિવૃત્ત લોકો માટે પેન્શનની રકમ વધી શકે છે. જેનો સીધો બોજ રાજ્ય સરકાર પર પડશે. જે લોકોની છેલ્લી બેચ 2040ની શરૂઆતમાં નિવૃત્ત થાય તેવી શક્યતાઓ છે. તેઓ 2060 સુધી ઓપીએસ હેઠળ જૂના પેન્શન હેઠળ પેન્શન મેળવી શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને