ઈરાન-ઇઝરાયલ યુદ્ધવિરામની વૈશ્વિક અસર: ક્રૂડ ઓઈલ સસ્તું, ભારતીય ઓઈલ શેરોમાં તેજી…

તહેરાન: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના સમાચારે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં 6 ટકાનો ઘટાડો કર્યો, જેની અસર એશિયાઈ અને ભારતીય શેરબજારમાં જોવા મળી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતથી મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાની આશાએ બજારોમાં પોઝિટિવિટી જોવા મળી હતી.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા
ગઈકાલે રાતના ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર મિસાઇલ હુમલા કર્યા હતા, જેનાથી શેરબજારમાં ઘટાડા અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની શંકા હતી, પરંતુ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતથી ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલરથી નીચે આવી ગયા, જેનાથી ઓઈલ કંપનીના શેર પણ આજે સવારથી ઉચકાયા હતા. શેરબજારમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેમ કે BPCL, HPCL અને IOCLના શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા હતો.
ઈરાનની પ્રતિક્રિયા
ઈરાને અમેરિકી હુમલાના જવાબમાં કતારમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર મિસાઇલ હુમલા કરી લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ક્રૂડ ઓઇલ સપ્લાય માટે વૈશ્વિક સ્તરે મહત્વનો માર્ગ છે, તેને બંધ કરશે, પરંતુ આ યુદ્ધ પૂર્ણ થવાના સમાચારે બજારે સકારાત્મક પરિણામ આવ્યા છે. જોકે, આ માર્ગ બંધ થવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે. ઈરાનના આ પગલાએ ક્રૂડ ઓઇલ બજારમાં રાહતનો માહોલ બનાવ્યો.
ભારતીય બજાર પર અસર
યુદ્ધવિરામના સમાચારે ભારતીય શેરબજારમાં ઉત્સાહ જગાવ્યો, ખાસ કરીને ઓઇલ અને ગેસ ક્ષેત્રની કંપનીઓમાં. BPCL, HPCL, અને IOCL જેવી કંપનીઓના શેરોમાં 24 જૂનના ટ્રેડિંગ સેશનમાં મજબૂતી જોવા મળી. નિષ્ણાતોનું માનવું છે કે સસ્તા ક્રૂડ ઓઇલથી ભારતની આયાત ખર્ચમાં ઘટાડો થશે, જે ઇંધણની કિંમતો અને ફુગાવા પર સકારાત્મક અસર કરશે.