નેશનલ

યુટ્યુબર કામિયાએ જગન્નાથ મંદિરની મુલાકાતના વિવાદ પર કહ્યું કે

જગન્નાથ પુરી: કામિયા જાનીએ થોડા સમય પહેલા જ જગન્નાથ મંદિરમાં જઇને એક વિડીયો શેર કર્યો હતો જેના પર ઘણો હોબાળો થયો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે મેં ક્યારેય બીફ ખાધું નથી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કરીને કહ્યું હતું કે જગન્નાથ મંદિરની મુલાકાત લેવાનો મારો હેતુ માત્ર ભગવાનના આશીર્વાદ મેળવવાનો હતો અને લોકોને આ મંદિર સંબંધિત મહત્વપૂર્ણ માહિતીથી વાકેફ કરવાનો હતો. હું હિન્દુ ધર્મની અનુયાયી છું અને આજ સુધી ક્યારેય બીફ ખાધું નથી. અને લોકોને ક્યારેય બીફ ખાવા માટે પ્રોત્સાહિત પણ કર્યા નથી.

આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે હાલમાં જે ઘટના બની છે તે મારા દેશ અને ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે અને એટલે જ મારે એ બાબતની સ્પષ્ટતાી કરવી પડી કે મે ક્યારેય બીફ ખાધું નથી તેમજ હું ભારતીય છું તેનો મને ગર્વ છે.
ઉલ્લેખનીય છે કે ઓડિશામાં BJD અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્જર કામિયા જાનીના પુરીના જગન્નાથ મંદિર પર વિડીયો બનાવવા માટે મંદિરમાં પ્રવેશ કરવાનો વિરોધ કર્યો હતો.


અને એકબીજા પર નિશાન સાધ્યા હતા. ભાજપે શાસક બીજેડી નેતા અને ભૂતપૂર્વ અમલદાર વીકે પાંડિયન પર આરોપ મૂક્યો હતો કે જાની જેમણે કથિત રીતે યુટ્યુબ ચેનલ પર બીફ ખાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમને મંદિરમાં પ્રવેશ કેવી રીતે આપ્યો. નોંધનીય છે કે જાનીનો વીડિયો શ્રી જગન્નાથની સંસ્કૃતિ વિશે જણાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button