ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીના વિમાનનું કોલકત્તામાં ઈમરજન્સી લેન્ડિંગ

ભુવનેશ્વર : ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીથી ભુવનેશ્વર જઈ રહેલી ફલાઈટને ખરાબ હવામાનના લીધે 21 મિનીટ સુધી હવામાં રાખ્યા બાદ તેને કોલકત્તા ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યાં તેનું ઈમરજ્ન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
મોહન ચરણ માંઝી પાંચ દિવસ પૂર્વે દિલ્હી ગયા હતા
આ અંગે મળતી માહિતી મુજબ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીને લઈ જતું એક વિમાન શુક્રવાર સવારે ખરાબ હવામાનના લીધે ભુવનેશ્વર લેન્ડિંગ ના કરી શક્યું. આ ઘટના બાદ વિમાનને કોલકત્તા ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
આ અંગે રાજ્યના એક મંત્રીએ જાણકારી આપી હતી. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી પાંચ દિવસ પૂર્વે દિલ્હી ગયા હતા અને આજે સવારે 9. 45 વાગ્યે ભુવનેશ્વર પરત ફરવાના હતા. જોકે, ખરાબ હવામાનના લીધે તે ભુવનેશ્વર એરપોર્ટ પર લેન્ડિંગ ના કરી શકયા.
આપણ વાંચો: ભગવાન જગન્નાથના રાજ્યમાં મોહનનું રાજ
લો -વિઝીબીલિટીના લીધે લેન્ડિંગ ના કરી શકાયું
ઓડિશાના શહેરી વિકાસ મંત્રી કે.સી. મહાપાત્રએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખરાબ હવામાનના લીધે વિમાન ભુવનેશ્વર એરપોર્ટ પર લેન્ડિંગ ના કરી શક્યું. તેમજ ભારે વરસાદના કારણે સીએમ માંઝીનું વિમાન 21 મિનીટ સુધી હવામાં રહ્યું હતું. પરંતુ લો-વિઝીબીલિટીના લીધે લેન્ડિંગ ના કરી શકાયું.
જેની બાદ તેને કોલકત્તા ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સ્તરીય શિક્ષક દિવસ સમારોહને સવારે 11.30 વાગ્યેના બદલે બપોરે 3 વાગ્યે સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. આ સમારોહમાં મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી હાજર રહેવાના હતા.