નેશનલ

નાસીર-જુનૈદની હત્યાના કારણે નૂહમાં હિંસા ફાટી નીકળી હતી: પોલીસ ચાર્જશીટ

ચંડીગઢ: હરિયાણાના નૂહમાં હિંસા દરમિયાન બે હોમગાર્ડના મોતના કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની યાત્રા દરમિયાન ફાટી નીકળેલા રમખાણોનું કારણ વર્ષની શરૂઆતમાં કથિત રીતે ગૌ રક્ષકોના હાથે બે મુસ્લિમ યુવકોની હત્યા હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા ત્રણ લોકોએ કહ્યું છે કે ફેબ્રુઆરીમાં નાસિર અને જુનૈદની હત્યાની પ્રતિક્રિયામાં 31 જુલાઈના રોજ નૂહમાં યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. યાત્રામાં ગૌ રક્ષક મોનુ માનેસર ભાગ લેશે તેવી અફવા હતી જેને કારણે યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે 24 નવેમ્બરે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઠેકાલી ગામના રહેવાસી 21 વર્ષીય સોહિલ ખાન, 30 વર્ષીય ઓસામા, નૂહ જિલ્લાના ફિરોઝપુર નમકના રહેવાસી અને 25 વર્ષીય શૌકીનના નામ સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીની કબૂલાત મુજબ નૂહ હિંસા બજરંગ દળ અને હિન્દુ ધર્મ પ્રત્યે “દ્વેષ”નું પરિણામ હતું.


31 જુલાઈના રોજ, નુહમાં અનાજ મંડી વિસ્તારમાંથી પસાર થતી VHP યાત્રા પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને જ્યારે હોમગાર્ડ નીરજ અને ગુરસેવક ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ પણ હુમલાનો શિકાર બન્યા હતા. ટોળાએ યાત્રામાં ભાગ લઈ રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો અને પોલીસ વાહનની બારીઓ પણ તોડી નાખી હતી. બાદમાં તેઓએ વાહનને પલટીને આગ ચાંપી દીધી હતી.


પોલીસે ચેતવણી તરીકે હવામાં ગોળીબાર કર્યા બાદ ભીડ વિખેરાઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે હુમલામાં ઘાયલ થયેલા નીરજ અને ગુરસેવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ કેસમાં પોલીસે 160થી વધુ પેજની ચાર્જશીટમાં દાખલ કરી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત