મેરઠમાં 'ન્યૂડ ગેંગ'નો આતંક: પોલીસે તપાસ માટે ડ્રોનથી તપાસ હાથ ધરી | મુંબઈ સમાચાર
નેશનલ

મેરઠમાં ‘ન્યૂડ ગેંગ’નો આતંક: પોલીસે તપાસ માટે ડ્રોનથી તપાસ હાથ ધરી

મેરઠઃ ઉત્તર પ્રદેશનું મેરઠ અત્યારે ચર્ચામાં છે, જ્યાં ન્યૂડ ગેંગના ડરને કારણે મહિલાઓમાં જોરદાર ડરનો માહોલ ઊભો થયો છે. મળતી માહિતી અનુસાર આ ગેંગના સભ્યો નગ્ન આવે છે અને મહિલાઓની નિર્જન જગ્યાએ ઘસેડીને લઈ જાય છે. જિલ્લામાં પણ આ પ્રકારનો ચોથો કેસ બન્યો છે, જેનાથી પોલીસ પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે.

મળતા રિપોર્ટ અનુસાર આ પ્રકારના બનાવો દૌરાલાની મહિલાઓમાં ડરનો માહોલ ઊભો થોય છે. આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને પોલીસે તપાસ પણ હાથ ધરી છે. અત્યાર સુધીમાં કોઈ પકડાયું નથી, પરંતુ સઘન તપાસ માટે પોલીસ પ્રશાસન દ્વારા ડ્રોનથી નિગરાની રાખી રહી છે. હાલના તબક્કે કોઈની ધરપકડ કરી નથી, પરંતુ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસને મળેલા રિપોર્ટ અનુસાર ભરાલા ગામમાં બે લોકો એક મહિલાને ખેતરમાં ઢસડી જવાની કોશિશ કરી હતી. એ એકલી ખેતરમાં કામ કરવા માટે જઈ રહી હતી ત્યારે બનાવ બન્યો હતો. આ બનાવ પછી મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તેમની પકડમાંથી છૂટી જવામાં સફળ રહી હતી. મહિલાએ બૂમાબૂમ કરી મૂક્યા પછી લોકોએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યારે લોકો એકઠા થઈ ગયા, પરંતુ કોઈ મળ્યું નહોતું.

મહિલાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેને કોઈને જોયા હતા. મહિલાએ પોતાના પરિવારના સભ્યોને કહ્યું હતું કે આરોપીઓએ કોઈ કપડાં પહેર્યા નહોતા. આ બનાવને કારણે પોતાના કામકાજનું સ્થળ બદલ્યું છે અને કામ માટે જવા પણ બીજો રસ્તો અપનાવ્યો છે, એમ પણ પોલીસે જણાવ્યું હતું.

ગ્રામીણ લોકોએ કહ્યું છે કે આ પહેલી વારનો બનાવ નથી, પરંતુ ચોથી વખત બન્યું છે. વારંવાર બનતા બનાવથી લોકો ડરેલા છે, જેથી પોલીસે ગંભીરતાથી પગલા ભરવાનું જરુરી છે. ગામના સરપંચ રાજેન્દ્ર કુમારે કહ્યું હતું કે શરુઆતમાં સ્થાનિકની ફરિયાદ મુદ્દે ધ્યાન આપ્યું નહોતું, પરંતુ હવે લોકો વારંવાર ફરિયાદ કરી રહ્યા છે, તેથી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ પ્રશાસન દ્વારા સીસીટીવી કેમેરાથી તપાસ હાથ ધરી છે, જ્યારે ડ્રોનથી પણ સર્વેલન્સ હાથ ધર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: લખનઉમાં 100 સેકન્ડમાં જ ઝીંકી દીધી 60 થપ્પડ…. વીડિયો જોઈને તમે પણ ચોંકી ઊઠશો

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button