નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આવતા વર્ષે માર્ચમાં હાલના હાઈવે ટોલ પ્લાઝાને જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સાથે બદલવા સહિતની નવી તકનીકો રજૂ કરશે. તેનો ઉદ્દેશ હાઇવે પર આવરી લેવાયેલા ચોક્કસ અંતર માટે ડ્રાઇવરો પાસેથી ચાર્જ વસુલવા સાથે જ ટ્રાફિકનું પ્રેશર ઘટાડવાનો છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ નવી સિસ્ટમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવતા વર્ષે માર્ચમાં દેશભરમાં જીપીએસ સેટેલાઇટ ટોલ કલેક્શન શરૂ કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે વાહનોને રોક્યા વિના સ્વચાલિત ટોલ વસૂલાત માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ (ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા)ના બે પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે.
નોંધનીય છે કે 2018-19 વચ્ચે ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ રાહ જોવાનો સમય આઠ મિનિટનો હતો. જો કે, 2020-21 અને 2021-22 દરમિયાન ફાસ્ટેગની રજૂઆત પછી આ સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો હતો. હવે કેટલાક સ્થળોએ, ખાસ કરીને શહેરોની નજીક, ગીચ વસ્તીવાળા નગરોમાં રાહ જોવાના સમયમાં સુધારો થયો છે, છતાં પણ, ભીડના સમયે ટોલ પ્લાઝા પર લોકોને વિલંબ થાય છે એ હકીકત છે. જોકે, હવે જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ આવશે તો લોકોને થોડી રાહત મળશે અને ટૉલ પ્લાઝા પર ભીડના સમયે પણ તેમને રોકાવું નહીં પડે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે